દારૂબંધીની વાતો વચ્ચે અ'વાદ-ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની છૂટ !

રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઇ હોવાનું વિધાનસભા સત્ર દરમિયાન કહેવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: July 11, 2019, 4:52 PM IST
દારૂબંધીની વાતો વચ્ચે અ'વાદ-ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની છૂટ !
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 11, 2019, 4:52 PM IST
મયુર માકડિયા, ગાંધીનગરઃ રાજ્યમાં વિધાસભા સત્ર દરમિયાન દારૂના આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાઇ રહ્યો હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો, સાથે જ સરકારનું કહેવું છે કે દારુબંધી માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં 20 જેટલી હોટલને દારૂ વેચવાની પરમીટ પણ આપી છે.

રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઇ હોવાનું વિધાનસભા સત્ર દરમિયાન કહેવામાં આવ્યું છે. ત્યારે આ આવક વધુ થવાના અંદાજ સાથે રાજ્ય સરકારે વધુ 20 હોટલને દારૂ વેચવાની મંજૂરી આપી છે. આ હોટેલ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે. જો કે આ હોટેલમાંથી દારૂ ખરીદવા માટે પરમીટ હોવી જરૂરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પીજો પીજો રે! રૂપાણીના રાજમાં નદીઓ સુકાણી, દારૂની રેલમછેલ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે.

રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોાવની વાતો કરતી ભાજપ સરકારના રાજ્યમાં રોજના છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશીદારૂ 15,40,454 લિટર, વિદેશી દારૂની 1,2959463 બોટલ, બિયરની 17,34,792 બોટલ પકડાઇ છે. જેની કિંમત 2548082966 થયા છે.ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી જોઇએ તો, રાજ્યમાં બે વર્ષમાં 1,32,415 દેશી દારૂના કેસો, 29,989વિદેશી દારૂના કેસો નોંધાયા છે. એટલે કે દૈનિક 181 કેસો દેશી દારૂના નોંધાય છે, વિદેશી દારૂના દૈનિક 41 કેસો નોંધાય છે. આ કેસોમાં 1,105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી પકડવાના પણ બાકી છે.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...