Home /News /ahmedabad /ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઇરફાન શેખ.

ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રિલિફ રોડની વિનસ હોટલ ખાતેથી છોટા શકીલના શાર્પ શૂટર ઇરફાન શેખની ધરપકડ કરી હતી.

    અમદાવાદ : બીજેપીના નેતા ગોરધન ઝડફિયા (Gordhan Zadafia)ની હત્યા માટે આવેલા ઇરફાન નામની શાર્પ શૂટર (Sharp Shooter)ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે નિયમ પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનો કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઇરફાન શેખ (Irfan Shaikh)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇરફાન શેખની રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

    હાલ કોરોનાના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોઈ પણ આરોપીની ધરપકડ બાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે. જે પ્રમાણે છોટા શકીલના શાર્પ શૂટર ઇરફાન શેખનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેની ધરપકડમાં સામેલ તમામ અધિકારીઓએ નિયમ પ્રમાણે હોમ આઇસોલેટ થવું પડશે. એટલું જ નહીં જો કોઈને કોરોના લક્ષણો દેખાશે તો તેમનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. શાર્પ શૂટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેને સારવાર કેવી રીતે આપવામાં આવશે અને તેની પૂછપરછ કરવી કે નહીં તે અંગેનો નિર્ણય હવે લેવામાં આવશે.

    ઇરફાન માહિતી મોકલી રહ્યો હતો તે હેન્ડલરની તપાસ શરૂ

    એવી માહિતી મળી છે કે ઇરફાનને વૉટ્સએપ પર માહિતી આપનાર હેન્ડલરનો નંબર ડિકોડ કરવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. આ એક વર્ચ્યુઅલ નંબર છે. જે નંબર નેધરલેન્ડમાં હોવાની માહિતી મળી છે. જોકે, નંબર વર્ચ્યુઅલ હોવાથી તે ખરેખરે નેધરલેન્ડમાં જ છે કે નહીં તેની તપાસ સર્વેલન્સ બાદ જ ખબર પડશે. એવી પણ માહિતી મળી છે કે ઇરફાન શેખ સીધો છોટા શકીલના સંપર્કમાં ન હતો પરંતુ નેધરલેન્ડથી તેને માહિતી મોકલનાર હેન્ડલર દ્વારા તે છોટા શકીલના સંપર્કમાં હતો.

    બે DySP આરોપીના સીધા સંપર્કમાં આવ્યા હતા

    આરોપીની વિનસ હોટલ ખાતેથી જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બે Dy SP ભાવેશ રોઝિયા અને કે.કે. પટેલ આરોપીના સીધા સંપર્કમાં આવ્યા હતા. આ ઉપરાંત હોટલ પર અન્ય અધિકારીઓ અને ગુજરાત એટીએસના ચીફ હિમાંશુ શુક્લા પણ હાજર હતા. આરોપી જે હોટલમાં રોકાયો હતો તેના સ્ટાફ  સાથે પણ તે સીધા સંપર્કમાં આવ્યો હતો. આથી તેમને પણ કોરોનાનું જોખમ રહેલું છે.
    " isDesktop="true" id="1013766" >

    મુખ્ય શાર્પ શૂટર સલમાન હજી ફરાર!

    એટીએસના હાથે ઝડપાયેલો શાર્પ શૂટર ઇરફાન માત્ર રેકી કરવાનું કામ કરતો હોવાની માહિતી મળી છે. જ્યારે મુખ્ય શાર્પ શૂટર સલમાન હાથમાં ન આવવાથી એટીએસની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, ઇરફાન દ્વારા રેકી કર્યા બાદ નેધરલેન્ડના હેંડલરને વોટ્સએપમાં વીડિયો અને ફોટો મોકલ્યા બાદ કહ્યું હતું કે, સલમાન હોટલ પર આવશે અને તને બધી મદદ કરશે. ગુજરાત બીજેપીના ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને દાઉદ ઇબ્રાહિમના ઈશારે મારવા આવેલા ઇરફાન એટીએસના હાથે ઝડપાઇ ગયો છે. જોકે, જે રીતે ફિલ્મી સ્ટાઇલથી આરોપી ઈરફાન પકડાયો હોવાને લીધે એટીએસના સમગ્ર ઓપરેશનને આશંકાની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chhota Shakeel, Gordhan zadafia, Gujarat ATS, અંડરવર્લ્ડ, ક્રાઇમ બ્રાંન્ચ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन