મહારાજગંજમાં પીએમના પ્રહાર, ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, બોનસ માટે કરી અપીલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
મહારાજગંજમાં પીએમના પ્રહાર, ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ, બોનસ માટે કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં કામ નહીં પરંતુ કારનામા બોલે છે. મહારાજગંજમાં ચૂંટણી જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેવી રીતે ઇન્દ્રધનુષ્યના સાત રંગ હોય છે એ રીતે આ વખતે યૂપી ચૂંટણીમાં પણ સાત તબક્કા છે. ઉત્તરપ્રદેશની જનતા 15 વર્ષ વર્ષનો બદલો લઇ રહી છે. જેમણે યૂપીને લૂંટ્યું છે એમને લોકો શોધી શોધીને બદલો લેશે. પાંચ તબક્કાની ચૂંટણીમાં યૂપીની જનતાએ ભાજપને જીતાડી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં બોનસ મળવું જરૂરી છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગોરખપુર #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં કામ નહીં પરંતુ કારનામા બોલે છે. મહારાજગંજમાં ચૂંટણી જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જેવી રીતે ઇન્દ્રધનુષ્યના સાત રંગ હોય છે એ રીતે આ વખતે યૂપી ચૂંટણીમાં પણ સાત તબક્કા છે. ઉત્તરપ્રદેશની જનતા 15 વર્ષ વર્ષનો બદલો લઇ રહી છે. જેમણે યૂપીને લૂંટ્યું છે એમને લોકો શોધી શોધીને બદલો લેશે. પાંચ તબક્કાની ચૂંટણીમાં યૂપીની જનતાએ ભાજપને જીતાડી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં બોનસ મળવું જરૂરી છે. તેમણે કહ્યું કે, અખિલેશ સરકારની સત્તાવાર વેબસાઇટ કહે છે કે, ઉત્તરપ્રદેશની સ્થિતિ આફ્રિકામાં સહારાના રણ જેવી છે. મોદીએ કહ્યું કે, વેબસાઇટ પર સ્પષ્ટ લખ્યું છે કે, યૂપીમાં જીંદગી ઘણી નાની છે. મોદીએ કહ્યું કે, મારૂ પ્રવચન પુરૂ થયા પછી રાજ્યના અધિકારીઓ માથે વીજળી પડવાની છે કે સાચું કેમ લખ્યું? દેશના જીડીપી ગ્રોથ અંગે મોદીએ કહ્યું કે, દેશે જોઇ લીધુ કે હાવર્ડ યુનિવર્સિટી વાળાઓના વિચાર કેવા છે અને હાર્ડવર્કની વિચારસરણી શું હોય છે? જ્યાં એ લોકો હાવર્ડ યુનિવર્સિટીની વાત કરી રહ્યા છે અને બીજી તરઉ ગરીબનો પુત્ર હાર્ડ વર્કથી દેશની અર્થવ્યવસ્થા બદલવામાં લાગ્યો છે. વડાપ્રધાને દાવો કર્યો કે, નોટબંધી બાદ જે આંકડા સામે આવ્યા છે એમાં નોટબંધી સફળ સાબિત થઇ છે. તેમણે કહ્યું કે, ચૂંટણીના હક માટે, ભાઇ ભત્રીજાઓથી મુક્તિ અપાવવા, વ્હાલા દવાલાના ભેદથી મુક્તિ અપાવનાર આ ચૂંટણી છે. અખિલેશ યાદવ છ મહિનાથી બોલી રહ્યા છે કે, કામ બોલી રહ્યું છે, પરંતુ હું પુછવા માગું છું કે કયું કામ બોલી રહ્યું છે કે કારનામા બોલી રહ્યા છે. મોદીએ દાવા સાથે કહ્યું કે, જે સરકાર 70 વર્ષમાં નથી કરી શકી એ અમે માત્ર 10 મહિનામાં કરી બતાવ્યું છે. પીએમ મોદીએ રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં કહ્યું કે, ગઇ કાલે મણીપુરમાં તેમણે ગઇકાલે ખેડૂતો માટે જાહેરાત કરતાં કહ્યું કે, હવે તે નારિયેળનો જ્યૂસ કાઢશે અને ઇંગ્લેન્ડમાં વેચશે. બાળકોને પણ ખબર છે કે, નારિયેલનો જ્યૂસ નહીં પરંતુ પાણી હોય છે. નારિયેલ કેરલમાં થાય છે પરંતુ તે મણીપુરમાં કાઢશે. આ નેતા બટાકાની ફેક્ટરી નાંખવાની વાતો કરી રહ્યા છે.
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर