Parth Patel, Ahmedabad: ભારતમાં સોનુ એ એક સંપત્તિ તરીકે ગણવામાં આવે છે. મુશ્કેલ સમયમાં કામ આવનારી સૌથી પહેલી સંપત્તિ હોય તો તે સોનુ છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. જેથી અન્ય સંપત્તિઓની તુલનામાં રોકાણકારોની પહેલી પસંદગી સોનુ બન્યુ છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,079 રૂપિયા અને ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 61,079 રૂપિયા નોંધાયો છે.
જાણો આજના સોના-ચાંદીના ભાવ
ફેબ્રુઆરીમાં સોનાના ભાવમાં ઘટાડો થયા બાદ માર્ચમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 29 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,079 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 55,990 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 48,863 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 71,791 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લગ્ન પ્રસંગની સિઝનમાં સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવાથી જે તે પરિવારો 10 તોલાને બદલે હવે 8 તોલા સોનું ખરીદતા હોવાનું જાણકારોએ જણાવ્યું છે.