અમદાવાદ: શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર થઇ ગયા છે. આ સોનું બસમાં મુંબઇ લઇ જવામાં આવતું હતુ, તે દરમિયાન આરોપીઓ ગાડીમાં આવ્યા હતા અને બસ રોકાવી હતી. આરોપીઓએ બસમાં ઘૂસીને સોનું લઇને ફરાર થઇ ગયા હતા. જોકે, આમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અમદાવાદના બુલિયનના વેપીરીની દુકાનમાં જ કાર કરતા કર્મચારીએ તેના મિત્રો સાથે મળીને આ આખો પ્લાન બનાવ્યો હતો. આ મામલે વેપારીએ 5 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. નાસી ગયેલા દુકાનના કર્મચારી સહિત 5 વ્યક્તિ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ હવે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
પરિચિતને કામે રાખવાનું પડ્યુ મોઘું
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નિકોલમાં રહેતા વિજય ઠુમર માણેકચોકમાં બુલિયન ગોલ્ડન વેપારી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ બુલિયનનું કામ કરે છે. તેમના પરિચિત ચિરાગ પંડ્યાના દીકરા યશ પંડ્યાને તેમણે નોકરી પર રાખ્યો હતો. વિજય ઠુમરે 15થી 17 જાન્યુઆરી દરમિયાન 25 કિલો સોનું ખરીદ્યુ હતુ. તેમણે આ સોનું મુંબઇ મોકલવાનું હતુ. જેથી 19 જાન્યુઆરીના રોજ આ સોનાને 10 અને 15 કિલો એમ કુલ 15 કિલો સોનું બે બેગમાં ભર્યુ હતુ. આ સોનું કુલ 13.50 કરોડનું હતુ.
રાતે 11 કલાકે વિજયભાઈના મિત્ર પાર્થનો સાળો આદિત્ય અને દુકાનનો કર્મચારી યશ પંડ્યાને સીટીએમથી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં મોકલ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, 10 કિલોની બેગ આદિત્ય પાસે હતી, જ્યારે 15 કિલોની બેગ યશ પાસે હતી. બીજા દિવસે સવારે આદિત્યએ ફોન કરીને વિજય ઠુમરને ફોન આવ્યો હતો. જેમા તેણે જણાવ્યુ કે, યશ સોનું લઇને ભાગી ગયો છે. ભરુચથી અંકલેશ્વર જવાના રસ્તે એક જગ્યાએ બસ ચા-નાસ્તો કરવા માટે ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન આ આખી ઘટના બની હતી. આદિત્યએ એમ પણ જણાવ્યુ કે, યશ તેના પરિચિત મિત્રો સાથે ઇનોવા ગાડીમાં બેસીને ભાગી ભાગી ગયો હતો. થોડા સમય પહેલા અમદાવાદના જ્વેલર્સના કર્મચારી પાસેથી બે બાઈક ચાલકો કરોડોના સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જેમા 3 કરોડ જેટલા સોનાની લૂંટ મચાવી હતી. શહેરના શાહપુર વિસ્તારમાંથી સાંજના સમયે આશરે 3 કરોડ જેટલી કિંમતના 6 કિલો જેટલા સોનાના દાગીના ભરેલી બેગની લૂંટનો બનાવ બન્યો હતો.