Home /News /ahmedabad /

ફિલ્મી સ્ટોરી ઝાંખી પડે તેવો અમદાવાદનો કિસ્સો: પુત્રનું નિધન થયા બાદ રિટાયર્ડ પોલીસકર્મીએ પુત્રવધૂને રખેલ બની રહેવા દબાણ કર્યું!

ફિલ્મી સ્ટોરી ઝાંખી પડે તેવો અમદાવાદનો કિસ્સો: પુત્રનું નિધન થયા બાદ રિટાયર્ડ પોલીસકર્મીએ પુત્રવધૂને રખેલ બની રહેવા દબાણ કર્યું!

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad crime news: એક દિવસ આ યુવતી ઘરે એકલી હતી ત્યારે તેના નણદોઈ (નણંદના પતિ)એ તેને કમરના ભાગેથી પકડી લીધી હતી અને શરીરના અલગ અલગ ભાગે સ્પર્શ કરવા લાગ્યો હતો.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને થોડા સમય પહેલાં એક યુવક સાથે પ્રેમ (Love relation) થયો હતો. આ યુવતી એક પોલીસકર્મીની પુત્રી હતી. યુવતીને જેની સાથે પ્રેમ થયો હતો તે પણ પોલીસપુત્ર હતો. બંને પ્રેમ સંબંધ બાદ ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં લગ્ન કર્યા વગર એકબીજા સાથે (Live in relationship) રહેતા હતા. આ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન યુવતી જે યુવક સાથે રહેતી હતી તેના પિતા અવારનવાર તેણીને જાતિ વિષયક શબ્દો બોલીને છેડતી કરતા હતા. બીજી તરફ યુવતી જે યુવક સાથે રહેતી હતી તેણે આપઘાત કરી લીધો હતો. યુવકના મોત બાદ તેના પિતા યુવતીને રખેલ બનીને રહેવાનું કહેતા હતા તેમજ મૃતક યુવકનો પિતરાઈ ભાઈ પણ યુવતીને અડપલાં કરીને છેડતી કરતો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ તેના પિતાને જાણ કરતા આ મામલે પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરી છે. પોલીસે આ મામલે નિવૃત્ત પોલીસ કર્મચારી, તેના જમાઈ, દીકરી અને મૃતક યુવકના પિતરાઈ ભાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતે વાત કરીએ તો શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં 27 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. આ યુવતીના પિતા પોલીસ ખાતામાં નોકરી કરે છે. વર્ષ 2008માં પોલીસ લાઈનમાં રહેતા એક યુવક સાથે યુવતીની મુલાકાત થઈ હતી. જે તે સમયે યુવતી મીઠાખળી ખાતે એક સ્કૂલમાં ભણતી હતી. આ દરમિયાન એક યુવક પણ ત્યાં ભણતો હોવાથી બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. યુવતીનું ભણતર પૂર્ણ થયા પછી આ યુવક તેને લલચાવી ફોસલાવી ઘરેથી ભગાડી ગયો હતો અને વડોદરા ખાતે બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં આ યુવતી સાથે યુવક છ માસ જેટલું રોકાઈ હતી. ત્યારબાદ ફરીથી વર્ષ 2012 અને 2013માં આ યુવક પોલીસ લાઈન ખાતે પિતાના ઘરે લઈ આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજ્જુ પત્ની બની પંજાબી યુવતી, ફેક એકાઉન્ટ બનાવી પતિની લંપટ લીલાનો કર્યો પર્દાફાશ

લગ્ન કર્યાં વગર સાથે રહ્યાં


આ દરમિયાન યુવતીએ યુવક સાથે હિન્દુ રિવાજ મુજબ કે કોર્ટ સમક્ષ લગ્ન કર્યા ન હતા. બંને લગ્ન વગર જ એટલે કે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આ કારણે યુવતીને તેના પિતા કે અન્ય પરિવારજનોએ બોલાવવાનું બંધ કરી દીધું હતું. બંને પોલીસ લાઈનમાં એક રૂમના મકાનમાં રહેતા હતા. આ દરમિયાન યુવતીની નણંદ, બનેવી સહિતના લોકો આવતા હતા અને જાતિ વિષયક શબ્દો બોલી યુવતીનું અપમાન કરતા હતા. આ બાબતને લઈને યુવતીએ યુવકને ફરિયાદ પણ કરી હતી.

દીકરાને જન્મ આપ્યો


એક દિવસ યુવતી ઘરે એકલી હતી ત્યારે યુવકના પિતા તેની પાસે આવ્યા હતા અને તેણીનો હાથ પકડીને શરીર પર હાથ ફેરવવા લાગ્યા હતા. યુવતીએ તેઓને રોકતા તેઓ ગુસ્સે થઈને મનફાવે ફાવે તેમ બોલવા લાગ્યા હતા. આ દરમિયાન વર્ષ 2013માં યુવતીને ગર્ભ રહ્યો હતો અને બાદમાં તેણીએ દીકરાને જન્મ આપ્યો હતો. એક દિવસ આ યુવતી ઘરે એકલી હતી ત્યારે તેના નણદોઈ (નણંદના પતિ)એ તેને કમરના ભાગેથી પકડી લીધી હતી અને શરીરના અલગ અલગ ભાગે સ્પર્શ કરવા લાગ્યો હતો. જેથી યુવતી તેને ધક્કો મારીને ઘરની બહાર નીકળી ગઈ હતી. જે બાબતે તેણીએ તેના ઘરમાં વાત કરતા કોઈએ તેની વાત સાંભળી ન હતી.

આ પણ વાંચો: રાજકોટ: પતિની નજર સામે જ પત્નીનું મોત

યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો


થોડા વર્ષ પછી આ યુવતી અને યુવક દીકરા સાથે નાના ચિલોડા ખાતે રહેવા ગયા હતા. તે દરમિયાન યુવકના પિતા પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા હતા અને બાદમાં તેઓની સાથે રહેવા આવી ગયા હતા. આ દરમિયાન પણ યુવકના પિતા ફરિયાદીને અવારનવાર જાતિ વિશે અપશબ્દો કહી ખરાબ ઈશારા કરતા હતા. આજથી આઠેક મહિના પહેલા યુવતી જે યુવકને પતિ માની સાથે રહેતી હતી તેણે નાના ચિલોડા ખાતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારની હિંમતથી યુવતીએ ફરિયાદ દાખલ કરી


મરણ પ્રસંગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતક યુવકના કાકાના છોકરો રાત્રે દારૂ પીને આવ્યો હતો અને યુવતી પાસે બેસી ગયો હતો. યુવકે ફરિયાદીને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં નાના ચિલોડાના ઘર ખાતે યુવકના પિતાએ વારંવાર યુવતીની શારીરિક છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ તેઓ ફરિયાદીને એવું કહેતા હતા કે, હવે તું મારી રખેલ બનીને સાથે અહીં રહેવા લાગ. યુવતીએ ડરીને આ મામલે પોતાના પિતાને વાત કરતા પિતાએ યુવતીને પોતાની પાસે બોલાવી લીધી હતી. બાદમાં પરિવારની હિંમત મળતા યુવતીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन