Home /News /ahmedabad /અમદાવાદ: મોડલિંગના કામની લાલચે યુવતીને શખ્સ લઈ ગયો હોટલમાં, પછી કર્યું ન કરવાનું કામ

અમદાવાદ: મોડલિંગના કામની લાલચે યુવતીને શખ્સ લઈ ગયો હોટલમાં, પછી કર્યું ન કરવાનું કામ

અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીનો પરિચય પ્રવીણ નામના શખ્સ સાથે થયો હતો. આ યુવતી અને આરોપી બંને એકબીજાને બે ત્રણ માસથી ઓળખતા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં એક બાદ એક બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના વટવામાં પિતા સામે દીકરીની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી તો રામોલમાં પણ એક યુવકે કામ અપાવવના બહાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની તાજેતરમાં ઘટના બની હતી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં મોડલીંગનું કામ અપાવવાના બહાને યુવતી સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીનો પરિચય પ્રવીણ નામના શખ્સ સાથે થયો હતો. આ યુવતી અને આરોપી બંને એકબીજાને બે ત્રણ માસથી ઓળખતા હતા. પહેલા આ યુવકે તેની સાથે મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને જણા અવારનવાર મળતા હતા. જ્યારે એક દિવસ યુવતી મોડલીંગનું કામ કરતી હોવાથી તેને મોડલીંગમાં કામ અપાવવાના બહાને નવરંગપુરા ખાતે મિંટીંગ છે કહીને બોલાવી હતી. ત્યાં યુવકે તેની સાથે પહેલા કામ માટેની વાતો કરી હતી. ત્યારબાદ યુવકે એક હોટલમાં યુવતીને રૂમમાં લઇ જઇને યુવતી પર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યુ હતુ.

આ પણ વાંચો: સુરતના સચિન GIDC પોલીસ દ્વારા 28 કરોડની ખંડણી પ્રકરણમાં દુબઈ ભાગેલા આરોપીની ધરપકડ

યુવતીને પૈસાની જરૂર હોવાથી તેણે આરોપી પાસે ઉછીના પૈસા પણ માંગ્યા હતા. પણ આ આરોપીએ પૈસા આપવાની જગ્યાએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ન તો મોડલિંગનું કામ અપાવ્યું કે, ના તો આરોપીએ પૈસા આપ્યા જેથી સમગ્ર મામલે યુવતીને પસ્તાવો થતા પોલીસની મદદ લેવાનો વિચાર આવતા યુવતીએ આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોધાવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ વટવામાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આનંદનગરમાં પરણીતાના પતિના મિત્રએ તેની પર દુષ્કર્મ ગુજારતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે પૂર્વ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ઘટના પણ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં બળાત્કાર ની વધુ એક ઘટના સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો