Home /News /ahmedabad /Cyber Crime: "હા મોજ" નામના ઇન્સ્ટાગ્રામ આઇડીથી વિદ્યાર્થિનીને બદનામ કરાઈ, મોબાઇલ નંબર પણ કરી દીધો જાહેર
Cyber Crime: "હા મોજ" નામના ઇન્સ્ટાગ્રામ આઇડીથી વિદ્યાર્થિનીને બદનામ કરાઈ, મોબાઇલ નંબર પણ કરી દીધો જાહેર
આ શખ્સે બીભત્સ ફોટો મૂકી તેના પર એક નંબર લખતા યુવતીને અનેક લોકોના ફોન આવવા લાગ્યા હતા.
આ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દીધું હતું અને બાદમાં તેનું નામ બદલી HA MOJ કરી નાખ્યું હતું. બાદમાં આ વ્યક્તિ યુવતીને ગંદા મેસેજ અને વીડિયો કોલ કરતો હતો.
અમદાવાદ: શહેર (Ahmedabad)માં રહેતી એક યુવતીને એક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સજેશન આવતા તેણે મેસેજ જોતા તે ચોંકી ગઇ હતી. ખરેખરમાં જ્યારે યુવતીએ મેસેજ આવેલ આઇડી જોઇ ત્યારે તેને તે એકાઉન્ટમાં તેના પોતાના ફોટો અપલોડ થયેલા જોયા હતા. જેમાં તેના મિત્ર સાથે ફોટો મૂકી શખ્સે યુવતીને બદનામ (Girl molested in social media) કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં વીડિયો કોલ કરી આ શખ્સ ગંદી વાતો કરી પોતાનો ચહેરો છુપાવી સીટીઓ મારતો હતો. નવ નવ વાર આઈડીનું નામ બદલી શખ્સે યુવતીને બદનામ કરતા આખરે ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના કુબેરનગરમાં રહેતી 19 વર્ષીય યુવતી બી.એ.નો અભ્યાસ કરે છે. યુવતી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે અને તેનો આઈડી પાસવર્ડ તેના સિવાય કોઈને ખ્યાલ નથી. દોઢેક વર્ષ પહેલાં મોટી માં ના દીકરાની ઓળખાણથી યુવતીની સગાઈ કચ્છના યુવક સાથે થઈ હતી. થોડા દિવસ પહેલા યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક સજેશન આવ્યું હતું. જેમાં યુવતીની સાથે તેના એક મિત્રનો ફોટો અપલોડ કર્યો હતો.
જોકે આ તસવીર જોયા બાદ યુવતીએ આ વ્યક્તિને ફોટો કાઢી નાખવા માટે કહ્યું હતું પરંતુ તે વ્યક્તિએ ફોટો કાઢ્યો નહોતો. આ વ્યક્તિએ યુવતીને વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું હતુ. યુવતીએ વીડિયો કોલ રિસીવ કરતા સામે વાળો વ્યક્તિ કઈ બોલતો નહોતો પણ માત્ર સિટીઓ મારતો હતો અને ચહેરો પણ બતાવતો નહોતો.
બાદમાં આ વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દીધું હતું અને બાદમાં તેનું નામ બદલી HA MOJ કરી નાખ્યું હતું. બાદમાં આ વ્યક્તિ યુવતીને ગંદા મેસેજ અને વીડિયો કોલ કરતો હતો. જેથી આવા મેસેજ કરનાર કોણ છે એની તપાસ કરતી ત્યારે સામે વાળો વ્યક્તિ તેનો મંગેતર હોવાનું જણાવતો હતો. આરોપી શખ્સે આ યુવતીને ગંદા મેસેજો કરી આઈડીનું નામ નવ નવ વખત બદલી નાખ્યું હતું. બાદમાં આ શખ્સે બીભત્સ ફોટો મૂકી તેના પર એક નંબર લખતા યુવતીને અનેક લોકોના ફોન આવવા લાગ્યા હતા. જેથી આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.