Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદ: યુવતીને મંગેતરને મળવા જવાનું 50 હજારમાં પડ્યું, કિસ્સો વાંચી હેરાન થઈ જશો

Ahmedabad News: અમદાવાદ: યુવતીને મંગેતરને મળવા જવાનું 50 હજારમાં પડ્યું, કિસ્સો વાંચી હેરાન થઈ જશો

અમદાવાદ પોલીસ સ્ટેશન

શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતરને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી.

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતરને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી. આ દરમિયાન બે શખ્સો બાઇક પર આવ્યા અને સેકન્ડોમાં જ 50 હજારનો ફોન લૂંટી ફરાર થઇ ગયા હતાં. જે મામલે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ઘાટલોડીયામાં રહેતી 28 વર્ષીય યુવતી સિંધુભવન રોડ પર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. વર્ષ 2021 માં કેનેડા ખાતે રહેતા તેના મિત્ર પાસેથી તેણે એક ફોન મંગાવ્યો હતો. ગત 20 તારીખે આ યુવતી સાંજના સમયે નોકરીએથી નીકળી તેનું વાહન લઇ તેના મંગેતરને મળવા વસ્ત્રાપુર રોડ પર આવેલા ગોયલ કોમ્પલેક્ષ પાસે ગઈ હતી. ત્યાં પોતાનું વાહન પાર્ક કરી મોબાઈલ ફોન હાથમાં રાખી વાહન પર બેસી મંગેતરની રાહ જોતી હતી. તે દરમિયાન જજીસ બંગલા રોડ તરફથી એક પલ્સર પર બે લોકો આવ્યા હતા અને યુવતીના હાથમાં રહેલો 50,000 નો મોબાઈલ ફોન જુટવી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : પ્રેમલગ્ન બાદ મહિલા રિવરફ્રન્ટ પરથી ઝંપલાવવા ગઇ અને

યુવતી આ શખ્સોનો પીછો કરવા દોડી હતી પરંતુ શખ્સો ત્યાંથી બાઈક પુરપાટ ઝડપે ભગાવી ફરાર થઈ ગયા હતા. થોડી મિનિટો બાદ યુવતીનો મંગેતર આવી જતા તેને પણ આ બાબતે વાતચીત કરી હતી. બાદમાં યુવતીએ મોબાઈલ ફોનનો મિસ યુઝ ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં યુવતીએ ફરિયાદ આપતા પોલીસે 50,000 ના મોબાઈલ ફોનની ચોરી બાબતો તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં યુવતીઓ આ રીતે રહો સુરક્ષિત

ઉલ્લેખનીય છે કે, રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લૂંટ કરનાર ટોળકી ફરી સક્રિય થઈ છે. ત્યારે આ પ્રકારના બનાવો રોકવા પોલીસ શુ ખાસ પ્લાન બનાવી આવા ગુના બનતા રોકે છે તે જોવાનું રહેશે. આ કિસ્સામાં પણ પોલીસ કેટલા સમય સુધીમાં આરોપીઓ સુધી પહોંચી ગુનાનો ભેદ ઉકેલે છે તે જોવાનું રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन