Home /News /ahmedabad /અમદાવાદ: પતિએ તેની પત્ની પર કરી આડા સંબંધની શંકા, પછી જે થયું...

અમદાવાદ: પતિએ તેની પત્ની પર કરી આડા સંબંધની શંકા, પછી જે થયું...

અમદાવાદનો કિસ્સો

Ahmedabad Latest news: મૂળ ગોમતીપુરની 26 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં જુહાપુરા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ તથા દિયર સાથે જુહાપુરા ખાતે રહેવા લાગી હતી. લગ્નના બે મહિના સુધી તેના પતિએ ફરિયાદીને સારી રીતે રાખી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ લગ્ન બાદ તેનો પતિ માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં, યુવતીનો પતિ તેની પત્નીને તેના બનેવી સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી માર પણ મારતો હતો. યુવતીના પતિએ અગાઉ પત્ની પર ચોરીનો આરોપ પણ મૂક્યો હતો. આ મામલે કંટાળીને યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, બાદમાં સમાધાન કરીને ફરીથી પતિ સાથે રહેવા લાગી હતી. જોકે, તેના પતિએ હેરાનગતિ શરૂ જ રાખતા યુવતીએ વધુ એકવાર ફરિયાદ નોંધાવવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૂળ ગોમતીપુરની 26 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં જુહાપુરા ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ તથા દિયર સાથે જુહાપુરા ખાતે રહેવા લાગી હતી. લગ્નના બે મહિના સુધી તેના પતિએ ફરિયાદીને સારી રીતે રાખી હતી. પરંતુ લગ્નના બે મહિના બાદ તેનો પતિ અવારનવાર નાની નાની બાબતે તથા ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, પત્ની પર ખોટી શંકા રાખી ગાળો બોલી માર પણ મારતો હતો.

આ પણ વાંચો: અમદાવાદનો ચકચારી કિસ્સો: નાનાભાઈએ આ કારણે મોટાભાઈને પતાવી દીધો

ફરિયાદીનો પતિ તેણીને અવારનવાર તું દહેજમાં કંઈ લાવી નથી, તારા પિતાના ઘરેથી દોઢ લાખ લઈ આવ તેમ કહી રૂપિયા લાવવા દબાણ કરતો હતો. જોકે, સંસાર ન બગડે તેવું માની યુવતી મુંગા મોઢે પતિનો ત્રાસ સહન કરતી રહી હતી. યુવતીનો પતિ અવારનવાર યુવતીના તેના જ બનેવી સાથે આડા સંબંધ હોવાની ખોટી શંકા રાખી માર પણ મારતો હતો.
" isDesktop="true" id="1282644" >

યુવતી જ્યારે જ્યારે પિયરમાં આવે ત્યારે તેના પિયરજનોને આ બાબતની વાત કરતી હતી. જોકે, પિયરજનો તેણીને સમજાવી પરત પતિના ઘરે મોકલી આપતા હતા. દોઢેક વર્ષ પહેલા યુવતી ઉપર તેના પતિએ ચોરીનો ખોટો આરોપ લગાવી ઘરમાંથી કાઢી મૂકતા યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેના પતિએ માફી માગતા સારી રીતે રાખવાની વાત કરતા યુવતી ફરી તેના પતિ સાથે રહેવા ગઈ હતી. પરંતુ અગાઉની માફક ફરી માનસિક શારીરિક ત્રાસ આપવા લાગતા યુવતીએ આ અંગે પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Extramarital Affair, Husband, Wife, અમદાવાદ

विज्ञापन
विज्ञापन