અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad news) એક યુવતીએ ત્રણ લોકોથી ત્રાસીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોવાની (girl sucidie attempt) ઘટના સામે આવી છે. યુવતીએ સુસાઈડ નોટ લખીને ત્રણ લોકોના નામ જોગ આરોપ લગાવ્યા છે. ત્રણ યુવકો યુવતીના ફોટો સોશિયલ મીડિયા (photos social media) ઉપર વાયરલ કરવાની ધમકી આપવાની સાથે જાનથી મારી નાંખવાની પણ ધમકી આપતા હતા.
યુવતીના જણાવ્યા પ્રમાણે તેના જીવનું જોખમ રહેતું હતું. અને જીવવું હરામ થતાં આત્મહત્યા કરવા જઈ રહી છે. યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા (girl drink poison) કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર હોસ્પિટલમાં દાખલ કરતા જીવ બચી ગયો હતો. સાથે રાણીપ પોલીસ પણ હોસ્પિટલ પહોંચીને યુવતીનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથધી હતી.
અમદાવાદના ચાંદલોડિયમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશની ઘટના બની હતી. જોકે, યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા જીવ બચી ગયો હતો. જોકે, યુવતીએ આત્મહત્યા કરવા જતા પહેલા ત્રણ લોકો સામે આરોપ કરી સૂસાઈડ નોટ લખી હતી.
યુવતી ચિઠ્ઠીમાં લખ્યું છે કે 'હું ... આત્મહત્યા કરવા જવ છું. મારી આત્મહત્યામાં આ ત્રણ લોકો જવાબદાર છે. 1-સંજય પંચાલ (હરેકૃષ્ણ સોસાયટી, ચાંદલોડિયા, વિજયભાઈ પંચાલ, અંબિકાનગર સોસાયટી, વાઘેશ્વરી, રમેશભાઈ પંચાલ (ભુવાજી) શિલ્પન સોસાયટી ચાંદલોડિયા) આ ત્રણ લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે. અને મારી નાંખવાની ધમકીઓ આપે છે. ગાળો મને બોલે ને ખરાબમાં ખરાબ મારે ઘરની બહાર જવું જોખમ બની ગયું છે.'
તેણે વધુમાં લખ્યું હતું કે મને આ લોકો ફરિયાદ પાછી ખેંચવા માટે મજબૂર કરે છે. મેં આ તારીખ 23-8-2021 રોજ ગુનો દાખલ કર્યો છે. જલાભાઈ કરશનભાઈ વિરુદ્ધ ગુનો દાખકલ કર્યો છે. ત્યારજથી જલાભાઈ જેલમાં હોય અને તેના અંગત મિત્રો મારી જોડે ગુનો પાછો ખેંચવા માટે અવાર-નવાર જ્યાં નીકળું ત્યાં આવીને એકલતાનો ફાયોદ ઉઠાવીને મને હેરાન કરે છે.
એકબે વખત ગાડી લઈને આવેલા આઈ20 છે. કાળાકાચ વાળી લઈને આવ્યા તા અને મને જબરજસ્તી અંદર બેસાડી દિધી હતી અને ઉઠાવા આયા છીએ તું ગુનો પાછો ખેંચીલે જલાભાઈએ અમને વીડિયો આપેલો છે.તેને વાયરલ કરી દઈશું તને ક્યાયની નહીં રાખીએ.
બીજી વખત આવ્યા ત્યારે ક્રેટા ગાડી લઈને આવ્યા હતા અને ત્યારે એસિડ જોડે હતું મને ઉપર નાખવાની ધમકી આપેલી ત્યારથી મારો જીવ બચાવીને ઘરે આવી ગઈ હતી. સંજય પંચાલ મને વારંવાર શરીરશુખ બાંધવા દબાણ કરે છે. વીડિયો થી બ્લેકમેઈલ કરે છે.
આ લોખોથી હું ખુબ જ કંટાળી ગઈ છું એટલે હું આ પગલું ભરું છું. આ લોકો મેં વિરુદ્ધ આગળ અરજી કરેલી છે. જેની તારીખ 16-9-2021 રોજ આ અરજીની કોઈ કાર્યવાહી કરી નથી. હું એટલે ખુબ કંટાળીને મજબૂરીએ આત્મહત્યા કરું છું. ભાડાના મકાનમાં. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી છે.