Home /News /ahmedabad /પાન પાર્લર પરથી રૂ.1500માં ખરીદેલી વસ્તુ યુવતી માટે બની મોટી મુશ્કેલી, અમદાવાદ એરપોર્ટ પર પકડાઇ ગઇ

પાન પાર્લર પરથી રૂ.1500માં ખરીદેલી વસ્તુ યુવતી માટે બની મોટી મુશ્કેલી, અમદાવાદ એરપોર્ટ પર પકડાઇ ગઇ

આ ઇ સિગારેટ વેપ બાબતે પૂછતાં તેણે કહ્યું કે પંચવટી ખાતે એક પાન પાર્લર પરથી તે રૂ.1500 માં લાવી હતી.

Ahmedabad Air Port: આ ઇ સિગારેટ વેપ બાબતે પૂછતાં તેણે કહ્યું કે પંચવટી ખાતે એક પાન પાર્લર પરથી તે રૂ.1500 માં લાવી હતી. જેથી આ યુવતીને એરપોર્ટ પોલીસના હવાલે કરાઈ હતી. એરપોર્ટ પોલીસે યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં ખાસ કરીને ઈ-સિગારેટનું ચલણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા છે. તાજેતરમાં પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરીને ઈ-સિગારેટનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો અને અસરકારક કાર્યવાહી પણ કરી હતી. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી દ્વારા ઘડિયાળની દુકાનમાંથી રૂપિયા 74,000 ના ઈ-સિગારેટના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી એજ રીતે એરપોર્ટ પરથી એક યુવતી જુતામાં ઇ સિગારેટ લઈને જતા ઝડપાઇ ગઈ હતી. જે મામલે તેની સામે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ ના અધિકારીઓ ફરજ પર હતા. ત્યારે એક સબ ઇન્સ્પેકટર તેઓની ડ્યુટી પર હતા. ત્યારે પેસેન્જરની બોડી સ્કેનિંગ અને ચેકીંગ કરવાનું કામ તેઓ કરી રહ્યા હતા. ત્યારે એક યુવતી ત્યાં આવતા તેને ચેક કરવામાં આવી હતી. જે યુવતીના સૂઝ માંથી કઈક પ્રતિબંધિત વસ્તુ હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા તેના સૂઝ માં ઇ સિગારેટ મળી આવી હતી. બ્લ્યુબેરી, રાસબરી, ગ્રેપ આઇસ ફ્લેવર ની આ ઇ સિગારેટ વેપ મળી આવતા યુપી ની રશીમ નામની 25 વર્ષીય યુવતીની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો- ઘડિયાળની દુકાનમાંથી અમદાવાદ SOG એ પ્રતિબંધિત વસ્તુઓ સાથે ચાર આરોપીઓને દબોચ્યા

આ ઇ સિગારેટ વેપ બાબતે પૂછતાં તેણે કહ્યું કે પંચવટી ખાતે એક પાન પાર્લર પરથી તે રૂ.1500 માં લાવી હતી. જેથી આ યુવતીને એરપોર્ટ પોલીસના હવાલે કરાઈ હતી. એરપોર્ટ પોલીસે યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- કેજરીવાલ એન્ડ કંપની હિન્દુ સમાજની અગ્નિપરિક્ષા લેવાનું બંઘ કરે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પીસીબી અને એસઓજી દ્વારા શહેર ભરમાંથી અનેક ઇ સિગરેટના જથ્થા કબ્જે કરી અનેક કેસ કરવામાં આવી રહ્યા છે. પણ હજુય ક્યાંક ચોરી છુપેથી કેટલાક લોકો આ ઇ સિગારેટનું વેચાણ કરી યુવાધનને નશાના રવાડે ચઢાવી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં વધુ કેસ કરી આ બદી દૂર કરવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે. યુવાધન આ વેપને ટોબેકો મુક્ત માને છે પણ હકીકતમાં તેમાં ફ્લેવરની સાથે લિકવિડ ફોર્મમાં ટોબેકો હોવાનું સામે આવ્યું છે જે ખૂબ જ હાનિકારક હોવાનું મનાઈ રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Airport Runway, અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ, ગુજરાત

विज्ञापन
विज्ञापन