Home /News /ahmedabad /

AHMEDABAD: 200 કિલોની કાયા પણ બનશે સ્લીમ ટ્રીમ, અહીં લાખોની સર્જરી થશે મફતના ભાવે

AHMEDABAD: 200 કિલોની કાયા પણ બનશે સ્લીમ ટ્રીમ, અહીં લાખોની સર્જરી થશે મફતના ભાવે

500

500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓની સર્જરી શક્ય

મેદસ્વિતાની પીડાથી પીડાતા અને મહાકાય શરીર ધરાવતા બોટાદના હીરા ઘસવાનું કામ કરતા ચેતન પરમારની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી સર્જરી કરાવામાં આવી છે. સૌથી વધુ વજન ધરાવતા દર્દીની લેપ્રોસ્કોપી સર્જરી સફળતાપૂર્વક કરાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો.

વધુ જુઓ ...
  ર્થ પટેલ, અમદાવાદ: દેશભરમાં લોકો દિવસેને દિવસે ઓબેસિટી (Obesity) એટલે કે મેદસ્વિતાનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે મેદસ્વિતાની પીડાથી પીડાતા અને મહાકાય શરીર (Giant Body) ધરાવતા બોટાદના હીરા ઘસવાનું કામ કરતા ચેતન પરમારનીઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓબેસિટી સર્જરી (Obesity Surgery) કરાવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વધુ વજન ધરાવતા દર્દીની લેપ્રોસ્કોપી (Laparoscopy)સર્જરી સફળતાપૂર્વક કરાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે.

  સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર સૌથી વધુ વજન ધરાવતી વ્યક્તિની કરાઈ બેરિયાટ્રિક સર્જરી

  બોટાદના ચેતન પરમાર સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો (Pains) સામનો કરવો પડતો હતો. જેનું કારણ હતું અસહ્ય વજન અને સ્થૂળતા. આ સાથે 210 કિલો વજન અને 78 બોડી માસ ઇન્ડેક્ષ (BMI) પણ ધરાવતા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર 200 કિલોથી વધુ વજન ધરાવતી વ્યક્તિની બેરિયાટ્રિક સર્જરી (Bariatric Surgery) કરવામાં આવી છે.

  500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓની સર્જરી શક્ય

  સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ 2017 થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી. ડૉ. રાકેશ જોષી અને ડો. આર. આર. પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલમાં આજે 500 ગ્રામના બાળકથી લઈને 210 કિગ્રા સુધીના દર્દીઓની (Patient) સર્જરી શક્ય છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં બેરિયાટ્રિક સર્જરીની શરૂઆતથી લઈને અંત સુધીની તમામ સારવાર (Treatment) અને સેવાઓ તદ્દન ઓછા ખર્ચે પૂરી પાડવામાં આવે છે.

  વજન ઘટાડો કરવામાં અસમર્થ દર્દીઓને બેરિયાટ્રિક સર્જરી જરૂરી

  સર્જરીમાં જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 40 કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) 35 કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા સંબંધિત સહ બિમારીઓ (Co-morbidities) જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપર ટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન આલ્કોહોલિક ફેટી લીવર, અસ્થિવા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો અથવા હૃદયરોગથી (Heart Disease) પીડિત હોય અથવા તો લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન (Operation) બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. જેના લીધે દર્દી સફળતાપૂર્વક ડિસ્ચાર્જ (Discharge) મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે.ડોક્ટરોનું કહેવું છે કે ખાનગી (Private) હોસ્પિટલમાં આ સર્જરી 10 લાખથી વધુમાં થાય છે. 10 થી 20 લાખમાં પ્રાઇવેટમાં થતા આવા ઓપરેશન તદ્દન ઓછા ખર્ચમાં સિવિલ હોસ્પિટલના તબીબો (Doctors) દ્વારા કરવામાં આવે છે.

  વજન વધવાનાં કારણો

  ડોક્ટરોનું માનીએ તો ઓબેસિટી માટે જેનિટિક (Genetic), જંક ફુડ અને હોર્મોન્સ ડિસ ઓર્ડર જેવા કારણો જવાબદાર હોય છે. આવા લોકોને BP, ડાયાબિટીસ સહિતની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. જેથી વજન (Weight) સતત વધે તો તેને નિયંત્રિત કરવું જોઇએ.

  ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી દર્દીને થતાં ફાયદાઓ

  સતત વજનમાં થઈ રહેલા વધારાથી મુક્તિ મળે છે.

  હાર્ટ એટેક અને હાયપર ટેન્શન જેવી જીવલેણ બીમારીઓની (Illnesses) શક્યતાઓ નહિવત્ થઈ જાય.

  હલનચલન અને રોજિંદી ક્રિયાઓ કરવામાં સરળતા રહે.

  સાંધાનો (Joints) ઘસારો ઘટી જાય છે. જેથી દર્દીને ઉઠવા, બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે.  જીવનું જોખમ ટળે.

  જો તમે અથવા તમારા સગાસંબંધી ઓબેસિટીરોગથી પીડાતા હોય તો તેઓ આ સર્જરી (Surgery) કરાવી તેનાથી રાહત મેળવી શકે છે. આ લેપ્રોસ્કોપી બેરિયાટ્રિક સર્જરી કરાવવા માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મુલાકાત (Visit) લઈ શકો છો. તથા વધુ માહિતી માટે 079-22683421 નંબર પર સંપર્ક કરી શકો છો.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Civil Hospital, Health News, Obesity

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन