Home /News /ahmedabad /Ahmedabad: કેન્સરની તપાસ અહીં થશે ફ્રીમાં, આ હોસ્પિટલમાં 30 જાન્યુઆરીથી શરૂ થશે કેમ્પ

Ahmedabad: કેન્સરની તપાસ અહીં થશે ફ્રીમાં, આ હોસ્પિટલમાં 30 જાન્યુઆરીથી શરૂ થશે કેમ્પ

X
કેન્સરના

કેન્સરના રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુ

અમદાવાદમાં GCS હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યો છે. તા. 30 જાન્યુઆરીથી કેમ્પનો પ્રારંભ થશે અને એક સપ્તાહ સુધી કેમ્પ ચાલ છે.

Parth Patel, Ahmedabad : તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદ GCS હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 30 જાન્યુઆરી એટલે કે સોમવારથી શરૂ થશે અને રવિવાર સુધી કેમ્પ ચાલશે.

કેન્સરના રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી GCS હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોઢા અને ગળાના, પેટ-પાચનતંત્રના કેન્સર, થાઈરોઈડ, સ્તન કેન્સર, ગર્ભાશયનુમ કેન્સર, બાળકોમાં કેન્સર, લોહીનું/ બ્લડ કેન્સર જેવા રોગોની તપાસ અને સારવાર પણ હોસ્પિટલના નિષ્ણાતો અને ડોક્ટર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન કરી આપવામાં આવશે.

CBC, RBS, ESR, Urine (R/M), S. Creatinine, S. Bilirubin જેવા બેઝિક ટેસ્ટ્સની ચકાસણી થશે

આ ઉપરાંત મગજ-કરોડરજ્જુમાં ગાંઠ, હાડકાંના કેન્સર, ફેફસાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કિડની-મૂત્રમાર્ગના કેન્સરની તપાસ અને સારવાર માટે GCS હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને ડો. અનુપા જોશીપુરા (બાળકોમાં લોહીના કેન્સરના નિષ્ણાત) તેમજ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ, ડો. દિવ્યેશ પંચાલ (સ્ત્રી રોગ કેન્સર નિષ્ણાત) અને ડો. જૈમિન શાહ (હાડકાંના કેન્સરના નિષ્ણાત) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે.

આ સાથે ડોક્ટરની સલાહ મુજબ CBC, RBS, ESR, Urine (R/M), S. Creatinine, S. Bilirubin, SGPT, SGOT, NA+, K+ જેવા બેઝિક ટેસ્ટ્સની ચકાસણી પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ સિવાયના MRI, CT Scan તથા અન્ય જરૂરી તપાસ પણ રાહત દરે કરી આપવામાં આવશે. નોંધનીય છે કે, સારવાર અને તપાસ કરાવતી વખતે અગાઉના રિપોર્ટ્સ પણ સાથે લાવી શકો છો.

નિઃશુલ્ક સર્જરી માટે આયુષ્માન ભારત યોજનાની સુવિધા પણ ઉપલબ્ધ

આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી માટે આયુષ્માન ભારત યોજનાની (PMJAY) સુવિધા પણ ઉપલબ્ધ છે. તથા આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 9228102019 પર સંપર્ક કરી શકે છે. GCS હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે GCS હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

જો તમારે પણ કોઈ સારવાર અંગે તપાસ કરાવવી હોય તો GCS હોસ્પિટલ, ડી.આર.એમ. ઓફિસની સામે, ચામુંડા બ્રિજ પાસે, કાલુપુર બ્રિજ-નરોડા રોડ, અમદાવાદ ખાતે જઈ શકો છો. તથા વધુ માહિતી માટે www.gcsmc.org/ વેબસાઈટ પર જઈને મુલાકાત કરી શકો છો.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Cancer Hospital, Hospitals, Local 18