Gujarat Education: અમદાવાદ: આમ તો સરકારી વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય છે. બેન્કિંગ હોય કે રેલવે, GPSC હોય કે UPSC તમામ સંસ્થાઓ જે શાળાઓમાં પરીક્ષા સેન્ટર રાખી ભરતી માટે પરીક્ષા યોજે છે જે માટે વિધાર્થી દીઠ ભાડું શાળાના સંચાલકોને ચૂકવે છે. ગૌણસેવા પસંદગી મંડળ (GSSSC) આ તમામ સંસ્થાઓથી વિપરીત છે. માત્ર ગૌણસેવા પસંદગી મંડળ શાળાના સંચાલકોને ભાડાની રકમ ચુકવવામાં અડોડાઈ કરતું હોવાનું સામે આવ્યું છે. ગૌણસેવા પસંદગી મંડળ પણ ભાડાની રકમ ચૂકવે તેવી માંગ ઉઠી છે.
સરકારી વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવે છે. આ પરીક્ષાઓના કેન્દ્ર માટે ઉમેદવારઓ માટે શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવે છે. એક માત્ર ગૌણ સેવા પસંદગી મંડળ જ શાળાઓનાં સંચાલકોને કોઈ રૂપિયા આપતું નથી. જેની સામે શાળાઓએ શાળાઓએ વિધાર્થી માટે લાઈટ, પાણી, સીસીટીવીની વ્યવસ્થા કરવાની હોય છે. ગૌણ સેવા પસંદગી મંડળની આ અડોડાઈ સામે શાળાના સંચાલકોમાં નારાજગી છે. આ મુદ્દે સરકારને બે વાર રજુઆત કરી વિધાર્થી દીઠ 10 રૂપિયા આપવા માંગ કરવામાં આવી છે.
સામાન્ય રીતે બેંકની પરીક્ષા હોય, રેલવેની પરીક્ષા હોય, GPSC હોય કોર્ટ હોય, સ્ટાફ સિલેક્શન હોય કે UPSC હોય. આ તમામ સંસ્થાઓ પરીક્ષા કેન્દ્ર માટે શાળાના ઉપયોગ બદલ શાળાઓને વિધાર્થી દીઠ 10 રૂપિયા આપે છે. જેમ કે એક સ્કૂલમાં પરીક્ષા માટે 100 ઉમેદવારની બેઠક વ્યવસ્થા હોય તો ઉમેદવાર દીઠ 10 લેખે 1 હજાર રકમ શાળાઓને ચૂકવતી હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ પાસે પણ શાળાઓને ભાડું ચૂકવવા માંગ કરાઈ છે. ખાનગી શાળાઓની સાથે હરીફાઈમાં અમદાવાદ શહેર અને ગ્રામયની અંદાજે 400 ગ્રાન્ટેડ શાળાઓ આવકની સામે ખર્ચમાં નુકસાની પહેલાથી જ ભોગવી રહી છે તેવામાં સરકારી ભરતી ગૌણ સેવા દ્વારા પણ ઉમેદવાર દીઠ રકમ ચૂકવાય તેવી માંગ ઉઠી છે.
કઈ સંસ્થા શાળાઓને વિધાર્થી દીઠ કેટલા રૂપિયા ચૂકવે છે તેના પર નજર કરીએ તો
રેલવે ઉમેદવાર દીઠ 10 રૂપિયા
GPSC ઉમેદવાર દીઠ 3 રૂપિયા
કોર્ટ ઉમેદવાર દીઠ 10 રૂપિયા
UPSC ઉમેદવાર દીઠ 10 રૂપિયા
સ્ટાફ સિલેક્શન ઉમેદવાર દીઠ 10 રૂપિયા મહત્વનુ છે કે, આગામી 20 તારીખ એ ગૌણસેવા પસંદગી મંડળ હેડકલાર્કની પરીક્ષા યોજી રહ્યું છે ત્યારે શાળાના સંચાલકોમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.