Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદના સરખેજમાં ગેંગરેપ, ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતાર્યો, 3ની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના સરખેજમાં ગેંગરેપ, ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતાર્યો, 3ની ધરપકડ

અમદાવાદ પોલીસે ગેંગરેપ કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad News: શહેરના સરખેજ વિસ્તારમાં બે મહિના પહેલાં મહિલા પર ત્રણ નરાધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતાર્યો. અવારનવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી.

અમદાવાદઃ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે. શહેરના સરખેજ વિસ્તારમાં પતિની રાહ જોતી મહિલાનું ત્રણ શખ્સોએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. તેટલું જ નહીં, ત્રણેય વ્યક્તિઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યાનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ અવારનવાર મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા.

આરોપીઓના નામ


- વસીમ ઉર્ફે રાજા પઠાણ
- અનિશખાન પઠાણ
- ઇન્દ્રીશ ઘાંચી

આ પણ વાંચોઃ યુવક સાથે બેસેલી યુવતીને ખેતરમાં લઇ જઇ ગેંગરેપ

આરોપીઓ મારી નાખવાની ધમકી આપતા હતા


મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલાં મોડી રાતે પતિની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. ત્યારે આરોપીઓએ 34 વર્ષીય મહિલાનો વીડિયો પણ ઉતાર્યો હતો. અવારનવાર આરોપીઓ મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત આરોપીઓ મહિલાના પતિને ઓળખતા હતા તેથી તેના પતિને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા. ત્યારે બે મહિના પછી મહિલાએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પતિએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.


પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી


ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે પોલીસે આ ઘટનાના પુરાવાઓ એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad news

विज्ञापन
विज्ञापन