રેલવેમાં ભરતીઃ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર 10th પાસના આધારે થશે સિલેક્શન
News18 Gujarati Updated: December 17, 2018, 7:17 AM IST

- News18 Gujarati
- Last Updated: December 17, 2018, 7:17 AM IST
હાલ દેશભરમાં યુવકો રોજગારી મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે. ખાસ કરીને સરકારની નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે, એવામાં ભારતીય રેલવેમાં એવી ભરતીમાં આવી છે જેમાં પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર માત્ર ધોરણ 10ના મેરિટના આધારે સિલેક્શન થશે. વેસ્ટર્ન રેલવે રિક્રૂટમેન્ટ સેલે એપ્રેન્ટિસના પદ માટે ભરતી બહાર પાડી છે. જેમાં કુલ 5718 પદ છે, કેન્ડિડેટ્સ આ પદ માટે 9 જાન્યુઆરી સુધીમાં એપ્લાય કરી શકે છે.
અહીં ક્લિક કરી વાંચો ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ
અરજી કરવા માટે જરુરી યોગ્યતાએપ્રેન્ટિસના આ પદ માટે આવેદન કરવા માટે ઉમ્મેદવારોએ કોઇ માન્ય સંસ્થામાંથી 50 ટકાએ દશમું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ. આ સિવાય તેની પાસે સંબંધિત ટ્રેડમાં ncvt અથવા scvt દ્વારા માન્યતા પ્રાપ્ત આઇટીઆઇ સર્ટિફિકેટ હોવું જોઇએ.
વય મર્યાદા અને ફી
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઇએ, આરક્ષિત વર્ગના સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફોર્મ ફી તરીકે ચૂકવવાની રહેશે, જ્યારે અનામત ઉમેદવારોએ ફીસ ભરવાની નથી. પસંદગી પ્રક્રિયા
સફળ ઉમેદવારોની પસંદગી દશમી અથવા આઇટીઆઇમાંથી મેળવેલા મેરિટ આધારે કરવામાં આવશે.
આવી રીતે કરો એપ્લાય
આ પદ માટે ઉમેદવારે ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. ઉમેદવાર 9 જાન્યુઆરી સુધી ઓફિશિયલ વેબસાઇટ www.rrc-wr.com પર જઇને ઓનલાઇન એપ્લાય કરી શકે છે. ઓનલાઇન એપ્લાય કરવાની ડાયરેક્ટ લિંક https://www.rrc-wr.com/tradeapp/Login.aspx છે.
અહીં ક્લિક કરી વાંચો ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ
અરજી કરવા માટે જરુરી યોગ્યતાએપ્રેન્ટિસના આ પદ માટે આવેદન કરવા માટે ઉમ્મેદવારોએ કોઇ માન્ય સંસ્થામાંથી 50 ટકાએ દશમું ધોરણ પાસ કરેલું હોવું જોઇએ. આ સિવાય તેની પાસે સંબંધિત ટ્રેડમાં ncvt અથવા scvt દ્વારા માન્યતા પ્રાપ્ત આઇટીઆઇ સર્ટિફિકેટ હોવું જોઇએ.
વય મર્યાદા અને ફી
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઇએ, આરક્ષિત વર્ગના સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફોર્મ ફી તરીકે ચૂકવવાની રહેશે, જ્યારે અનામત ઉમેદવારોએ ફીસ ભરવાની નથી.
Loading...