નવરાત્રિ દરમિયાન શું છે હવામાન ખાતાની આગાહી?

અબરી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, એટલું જ નહીં લુબાન વાવાઝોડું સક્રિય થઇ ગયું છે

News18 Gujarati
Updated: October 9, 2018, 7:49 AM IST
નવરાત્રિ દરમિયાન શું છે હવામાન ખાતાની આગાહી?
અબરી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, એટલું જ નહીં લુબાન વાવાઝોડું સક્રિય થઇ ગયું છે
News18 Gujarati
Updated: October 9, 2018, 7:49 AM IST
વિભુ પટેલ, અમદાવાદ

માતાજીની આરાધાના કરવાનો સમય આવી ગયો છે. નાની બાળાઓથી લઇને યુવાનો માતાજીને મનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો તમામ મહાનગરોમાં પાર્ટી પ્લોટ બૂક થઇ ગયા છે, પાસ વહેંચાય ગયા છે, તો વિવિધ ક્લાસમાં ડાંડિયા શીખ્યા બાદ વિનર બનવા માટે ખેલૈયાઓ થનગની રહ્યાં છે. ત્યારે આ તમામની મનોકામના વચ્ચે હંમેશા વરસાદ વિઘ્ન બનીને રંગમાં ભંગ પાડતો હોય છે, પરંતુ આ વખતે ખેલૈયા માટે રાહતના સમાચાર છે.

દેશના હવામાન વિભાગે નવરાત્રિને લઈને કેટલીક આગાહીઓ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અબરી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે, એટલું જ નહીં લુબાન વાવાઝોડું સક્રિય થઇ ગયું છે, પરંતુ ખુશીની વાત તો એ છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે નહીં, એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન વરસાદ પણ નહીં પડે.

અમદાવાદમાં હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર જયંત સરકારે જણાવ્યું કે હાલ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, પરંતુ આ બંને સિસ્ટમની અસર ગુજરાતને થશે નહીં, તો અરબી સમુદ્રમાં વાવાઝોડું લુબાન સક્રિય છે, જેના કારણે રાજ્યના તમામ પોર્ટ પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, આ સિગ્નલનો અર્થ એ થાય કે અરબી સમુદ્રની મધ્ય અથવા તો ઓમાન કે યમન તરફ માછીમારોએ જવું નહીં.
First published: October 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...