રાજ્યમાં આચાર્યની ભરતીનો મામલો, આવતીકાલે મળશે મહત્વની બેઠક

આગામી 6 જૂનથી 11 જુલાઇ સુધીમાં આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે

News18 Gujarati
Updated: May 17, 2019, 4:09 PM IST
રાજ્યમાં આચાર્યની ભરતીનો મામલો, આવતીકાલે મળશે મહત્વની બેઠક
જિલ્લા શિક્ષણાધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાશે
News18 Gujarati
Updated: May 17, 2019, 4:09 PM IST
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતીનો મામલો ઘણો પેચીદો બન્યો હતો. આ મામલે વહેલી તકે ભરતી પૂર્ણ કરવાનું આયોજન છે. આવામાં આવતીકાલે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીઓની વીડિયો કોન્ફરન્સ યોજાશે.

આગામી 6 જૂનથી 11 જુલાઇ સુધીમાં આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. જેના પગલે આવતીકાલે આખરીકરણ અંગે આ મહત્વની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. જેમાં 2136 ખાલી જગ્યાઓ સામે 3378 ઉમેદવારો મેરીટમાં છે. આ મામલે 60 માર્ક્સ સરકાર આપી શકે છે અને 40 માર્ક્સ આપવાની સત્તા સ્થાનિક શાળા સંચાલકના હાથમાં છે.

ઉલ્લેખનયી છે કે, કોર્ટ કેસના પગલે આચાર્યની ભરતી પ્રક્રિયા લગભગ 8 વર્ષથી અટવાઇ હતી. આ ભરતી પ્રક્રિયામાં નોનગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવને માન્ય રાખવામાં આવતાં શિક્ષકો હાઇકોર્ટમાં ગયા હતા.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ ભરશે આકરા પગલાં

તાજેતરમાં જ હાઇકોર્ટે આચાર્યની ભરતી પ્રક્રિયા પરથી સ્ટે હટાવ્યો હતો. જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીનો માર્ગ મોકળો બન્યો છે. ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી હાઇકોર્ટે રદ કરી હતી.
First published: May 17, 2019
વધુ વાંચો अगली ख़बर