વાઇબ્રન્ટમાં દેખાયું ગુજરાતનું યુવા બ્રેઇન, 14 વર્ષના ટેણીયાએ કર્યો એમઓયૂ

Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 3:16 PM IST
વાઇબ્રન્ટમાં દેખાયું ગુજરાતનું યુવા બ્રેઇન, 14 વર્ષના ટેણીયાએ કર્યો એમઓયૂ
ગુજરાત સરકારે આ વખતની આઠમી વાઇબ્રન્ટને અનેક રીતે અનોખી બનાવી છે. નોબલ પારિતોષિક વિજેતા નવ વૈજ્ઞાનિકોનું સન્માન કરી રાજ્યમાં વિજ્ઞાન અને સંશોધનની પહેલ દિશામાં એક નવું કદમ ભર્યું છે. તો આ વાઇબ્રન્ટમાં ઉડીને આંખે વળગે એવી અને ગૌરવ લઇ શકાય એવી પણ એક ઘટના ઘટી છે. 14 વર્ષના ટેણીયાએ સેનાની ઉપયોગી થઇ શકે એવું ડ્રોન બનાવવા માટે સરકાર સાથે એમઓયૂ કરીને સૌને ચોંકાવી દીધા છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 3:16 PM IST
અમદાવાદ #ગુજરાત સરકારે આ વખતની આઠમી વાઇબ્રન્ટને અનેક રીતે અનોખી બનાવી છે. નોબલ પારિતોષિક વિજેતા નવ વૈજ્ઞાનિકોનું સન્માન કરી રાજ્યમાં વિજ્ઞાન અને સંશોધનની પહેલ દિશામાં એક નવું કદમ ભર્યું છે. તો આ વાઇબ્રન્ટમાં ઉડીને આંખે વળગે એવી અને ગૌરવ લઇ શકાય એવી પણ એક ઘટના ઘટી છે. 14 વર્ષના ટેણીયાએ સેનાની ઉપયોગી થઇ શકે એવું ડ્રોન બનાવવા માટે સરકાર સાથે એમઓયૂ કરીને સૌને ચોંકાવી દીધા છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં 25 હજાર જેટલા એમઓયૂ થયા છે. જેમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા હર્ષવર્ધન ઝાલાએ સરકાર સાથે એમઓયૂ કરીને સૌને ચોંકાવી દીધા છે. હર્ષવર્ધને સરકાર સાથે અનોખું ડ્રોન બનાવવા મામલે એમઓયૂ કર્યા છે.

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે પાંચ કરોડના એમઓયૂ કર્યા છે. હર્ષવર્ધને એક અનોખું ડ્રોન તૈયાર કરવા આ એમઓયૂ કર્યા છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે આ ડ્રોન આકાશમાં અઢી કિલોમીટર સુધી ઉડી શકે છે અને જમીનમાં છુપાવેલ માઇન્સ શોધી કાઢવા માટે સક્ષમ છે.

હર્ષવર્ધે જણાવ્યું કે તે ટીવી જોઇ રહ્યો હતો ત્યારે એક સમાચાર આવ્યા હતા કે લેન્ડ માઇન્સને નિષ્ક્રિય કરતે સમય મોટી માત્રામાં સૈનિકો ઘવાયા હતા. ત્યારે મનમાં વિચાર આવ્યો હતો કે આવું કોઇ ડ્રોન બનાવવામાં આવે કે જે લેન્ડ માઇન્સને નિષ્ક્રિય કરી શકે.

હર્ષે જણાવ્યું કે તેણે અત્યાર સુધી આ ડ્રોન પાછળ અંદાજે પાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. પહેલા બે ડ્રોન માટે અંદાજે 2 લાખનો ખર્ચ કર્યો હતો જ્યારે બીજા માટે સરકાર તરફથી 3 લાખ રૂપિયાની મદદ મળી હતી.

હર્ષવર્ધને જણાવ્યું કે, ડ્રોનમાં મિકેનિકલ શટરવાળો 21 મેગા પિક્સલના કેમેરા સાથે ઇન્ફ્રારેટ, આરજીબી સેન્સર અને થર્મલ મીટર લાગેલું છે. કેમેરા હાઇ રિઝોલ્યૂશનની તસ્વીરો પણ લઇ શકે છે. ડ્રોન જમીનથી 2 ફૂટની ઉંચાઇએ ઉડતાં આઠ સ્કેવર મીટર વિસ્તારમાં તરંગો મોકલી શકશે જેનાથી લેન્ડમાઇન્સને શોધશે તેમજ એ સમયે બેઝ સ્ટેશનને પોતાનું લોકેશન આપશે. ડ્રોન લેન્ડમાઇન્સને તબાહ કરવા માટે તે 50 ગ્રામ વજનનો બોમ્બ પણ પોતાની સાથે કેરી શકશે.
First published: January 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर