કેટલા એમઓયૂ થયા? સવાલનો મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યો, જાણો

Haresh Suthar | Pradesh18
Updated: January 11, 2017, 12:00 PM IST
કેટલા એમઓયૂ થયા? સવાલનો મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યો, જાણો
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નો સોમવારથી ધમાકેદાર પ્રારંભ થયો છે. 12 વિદેશી પાર્ટનર દેશો ઉપરાંત વિવિધ દેશોના ડેલિગેશન ગુજરાત આવ્યા છે અને વેપાર ધંધાર્થે વિચાર વિમર્શ કરી રહ્યા છે. હજારો લાખો કરોડ રૂપિયાના એમઓયૂ થવાની આશા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે છેલ્લે હિસાબ કરવાનું કહી મોટી માત્રામાં એઓયૂ થવાનો અને રોજગારી વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 11, 2017, 12:00 PM IST
અમદાવાદ #વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નો સોમવારથી ધમાકેદાર પ્રારંભ થયો છે. 12 વિદેશી પાર્ટનર દેશો ઉપરાંત વિવિધ દેશોના ડેલિગેશન ગુજરાત આવ્યા છે અને વેપાર ધંધાર્થે વિચાર વિમર્શ કરી રહ્યા છે. હજારો લાખો કરોડ રૂપિયાના એમઓયૂ થવાની આશા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે છેલ્લે હિસાબ કરવાનું કહી મોટી માત્રામાં એઓયૂ થવાનો અને રોજગારી વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે કરતાં જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતની આઠમી સમિટનો સારો પ્રારંભ થયો છે. બીજા દિવસે વૈકયાનાયડૂ સહિતની ઉપસ્થિતિમાં મહત્વના થીમ સેમિનાર યોજાવાના છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કેટલા એમઓયૂ થયા? સવાપ પુછાતાં સીએમએ સિફતાપૂર્વક સીધો જવાબ ટાળ્યો હતો. એમણે કહ્યું કે, એમઓયૂ ઘણા થઇ રહ્યા છે એનો છેલ્લે હિસાબ કરીશું. અમે ચોક્કસ આશાવાદી છીએ કે ખૂબ લોકોએ ગુજરાતનો નજરમાં લીધું છે. 100 કરતાં વધુ દેશોમાંથી ડેલિગેશન આવ્યા છે. એ બધા ગુજરાતમાં રોકાણ કરવાને લઇને એગ્રેસિવ છે. આવનારા દિવસોમાં એની અસર દેખાશે. ગુજરાતમાં રોકાણ વધતાં રોજગારીમાં પણ વધારો થશે એની મને આશા છે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर