Home /News /ahmedabad /ગાંધીનગર બની રહ્યું છે ધરણાનગર: વિવિધ આંદોલનકારીઓના ગાંધીનગરમાં ધામા!

ગાંધીનગર બની રહ્યું છે ધરણાનગર: વિવિધ આંદોલનકારીઓના ગાંધીનગરમાં ધામા!

વિવિધ આંદોલનકારીઓના ગાંધીનગરમાં ધામા

હાલ એલઆરડીની જનરલ કેટેગરીની મહિલાઓ 2018નો પરિપત્ર રદ કરાવવા ગાંધીનગરમાં ધરણા કરી રહી છે.

ગાંધીનગર: આગામી વિધાનસભા ચૂંટણીને લઇને વિવિધ સંગઠનો અને સંસ્થાઓ શાસક પક્ષના વિરોધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારીને ગાંધીનગરમાં ધરણા સાથે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તમામને આશા છે કે વિધાનસભા ચૂંટણી ટાણે માંડ સરકાર હાથમાં આવી છે અને આજ સમય છે કે સરકારનું નાક દબાવીને તેમના પડતર પ્રશ્નોનું સમાધાન લાવી શકાશે. એટલે જ દર બીજા દિવસે વિવિધ સંગઠનો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ-ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે. હાલ એલઆરડીની જનરલ કેટેગરીની મહિલાઓ 2018નો પરિપત્ર રદ કરાવવા ગાંધીનગરમાં ધરણા કરી રહી છે.

આજે ફરીવાર ગાંધીનગરમાં એલઆરડીની જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારો દ્વારા 1 માર્ચ, 2018નો પરિપત્ર રદ કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. એલઆરડી ભરતીમાં જીએડીનાં 1 ઓગસ્ટ, 18ના ઠરાવ મુદ્દે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો અને ત્યાર બાદ બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે સરકારે મહિલા ઉમેદવારોની બેઠકોમાં વધારો કરીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય તેવી ફોર્મ્યુલા જાહેર કરી હતી. એલઆરડી ભરતી પરીક્ષાનું પરિણામ 31 ઓક્ટોબરે જાહેર થયું હતું.

આ પણ વાંચો: EDએ રક્ષા બુલિયનના ગુપ્ત લોકરોમાંથી 47 કરોડથી વધારે કિંમતનું સોના-ચાંદી જપ્ત કર્યું

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ 9913 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ હતી. જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લેવામાં આવી હતી. પરિણામ 31 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરવામાં આવી હતી.

સરકારના એક પરિપત્રના કારણે બિન અનામત વર્ગની 313 એલઆરડી મહિલા ઉમેદવારોને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આજે ગાંધીનગર ખાતે મહિલા ઉમેદવારોએ ધરણાં કર્યાં હતા. આ અંગે ધરણાં પર બેઠેલા આરતીબેન ધાંધલીયાએ જણાવ્યું હતું કે, સરકારના વર્ષ 2018ના પરિપત્રના કારણે 313 ઉત્તીર્ણ મહિલા ઉમેદવારોને અન્યાય કરાયો છે, ડોક્યુમેન્ટ વેરિફીકેશન પણ થઈ ગયું હોવા છતાં હજી સુધી નોકરીના ઓર્ડર મળ્યા નથી. જેનાં પગલે આજે તેઓ 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને રદ કરી સત્વરે નિમણૂક ઓર્ડર આપવામાં આવે તેવી માંગણી સાથે ધરણા પર ઉતર્યા છે.

2018ના પરિપત્રનાં કારણે 313 એલઆરડી મહિલાઓને અન્યાય થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા શરૂ કર્યા છે. 2018ના પરિપત્રને કારણે 313 મહિલાઓને અન્ય કરવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હોવા છતાં નોકરીનો ઓર્ડર ન મળતા આ પરિપત્ર રદ કરવાની માગણી સાથે ધારણા કરવામાં આવી રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gandhinagar News, Gujarat News, Latest News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन