BJPનાં 'સૌનો સાથ સૌનો વિકાસ'માં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમ: જીગ્નેશ મેવાણી

'આજે મેં ગુજરાતની ભાજપ સરકારને ચેલેન્જ આપી કે ગુજરાતનાં 1589 ગામમાં 98 પ્રકારની આભડછેટ જોવા મળે છે. તો આ કરનારની સામે ગુનો દાખલ કરો.'

News18 Gujarati
Updated: February 20, 2019, 12:50 PM IST
BJPનાં 'સૌનો સાથ સૌનો વિકાસ'માં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમ: જીગ્નેશ મેવાણી
આજે મેં ગુજરાતની ભાજપ સરકારને ચેલેન્જ આપી છે.
News18 Gujarati
Updated: February 20, 2019, 12:50 PM IST
ગીતા મહેતા, ગાંધીનગર:  આજે વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત ભાજપ સરકાર પર અનેક પ્રહાર કર્યા છે. તેમણે આભડછેટ, દલિતોને જમીન અને થાનગઢ રિપોર્ટ અંગે વાત કરી છે.

ગુજરાતમાં આભડછેટ અંગે પ્રહાર

જિગ્નેશ મેવાણીએ ગુજરાત ભાજપ સરકારને આભડછટ અંગે પ્રહાર કરતાં જણાવ્યું કે, 'આજે મેં ગુજરાતની ભાજપ સરકારને ચેલેન્જ આપી કે ગુજરાતનાં 1589 ગામમાં 98 પ્રકારની આભડછેટ જોવા મળે છે. જો તમારી સરકાર સામાજિક ન્યાય આપવા માંગતા હોવ તો આ આભડછેટ કરનારા તમામ સામે લાગુ પડતી કલમ અંતર્ગત ગુનો દાખલ કરો. આ મુદ્દે ભાજપની સરકાર અને નીતિન પટેલે મૌન ધારણ કર્યું. આપણે મંગળ પર પાણી છે કે નહીં તે જાણવાની ટેકનોલોજી વિકસાવી પરંતુ એકપણ દલિત સમાજનાં લોકોને ગટરની અંદર ન ઉતરવું પડે તેવી કોઇ ટેક્નોલોજી શોધી શકતા નથી. તે પર પણ ગુજરાત ભાજપે મૌન ધારણ કર્યું.'

'દલિતોને જમીન નથી મળી'

મેવાણીએ અન્ય પ્રહાર કરતા જણાવ્યું કે, 'ઉનાનાં પીડિતોને સામે ચાલીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રોમિશ આપ્યું હતું કે આ પીડિત પરિવારને સરકારી નોકરી મળશે, તેમના ખેતી કરવા માટે જમીનની ફાળવણી થશે, ગામનો વિકાસ કરીશું. આ ત્રણેવમાંથી એકપણ માંગણી હજી સુધી સંતોષાઇ નથી. જ્યારે બીજી તરફ ઉનાનાં પીડિતોએ રાષ્ટ્રપતિને પત્ર લખવો પડ્યો કે અમને જીવન ટૂંકાવી દેવાની મંજૂરી આપો કારણ કે ગુજરાતની સરકારે તેમનું એક પણ વચન પાડ્યું નથી.'

ભાજપનુું જુઠાણું
Loading...

જીગ્નેશ મેવાણીએ કહ્યું, 'રાજ્યપાલશ્રીની સ્પીચમાં 42 હજાર દલિતોને 63 હજાર હેક્ટર જમીન આપ્યાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એકદમ જૂઠાંણું છે, આમાં કંઇ સાચું નથી. મને લાગે છે કે આ જમીન કદાચ પ્લૂટો, નેપ્ચૂન કે યુરેનસનાં ગ્રહ પર આપી હોવી જોઇએ પરંતુ તે પૃથ્વી પર કંયાય આપી નથી. ભાજપની સરકારે આ પૃથ્વી પર છેલ્લા દસ વર્ષમાં આદિવાસી અને દલિતને જમીન આપી નથી.'

તેમણે થાનગઢ મામલે પણ પોતોનો ગુસ્સો કરતાં કહ્યું કે, 'થાનગઢ કાંડના રિપોર્ટમાં એવું તે શું રહસ્ય છે કે તેનો રિપોર્ટ સરકાર ગૃહમાં મુકતા જ નથી.'

'વિજય રૂપાણી ક્યારે દલિત મિત્ર બનશે? '

તેમણે વિજય રૂપાણી અંગે બોલતા કહ્યું કે, 'રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇમેજ સર્વમિત્ર તરીકેની છે પરંતુ તેઓએ એકપણ પીડિત દલિતોના પરિવારની મુલાકાત નથી લીધી. તેઓ દલિત મિત્ર નથી. ભાજપનની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કહે છે પરંતુ તેમાં માઇનસ દલિત, આદિવાસી અને મુસ્લિમ.'
First published: February 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...