ગાંધીનગર : ટાયર ફાટતા કાર પલટી ખાઇ જતા 2 વિદ્યાર્થિનીનાં મોત, 3 વિદ્યાર્થી ઘાયલ

News18 Gujarati
Updated: July 20, 2019, 12:35 PM IST
ગાંધીનગર : ટાયર ફાટતા કાર પલટી ખાઇ જતા 2 વિદ્યાર્થિનીનાં મોત, 3 વિદ્યાર્થી ઘાયલ
કારમાં ફીઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા 5 વિદ્યાર્થીઓ સવાર હતા.

આ અકસ્માત દરમિયાન ઘાયલ અન્ય 3 વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગાંધીનગર પાસેનાં કુડાસણ રોડ પર ભાઇજીપુરા ગામ પાસે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે વિધાર્થિનીનાં મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીને ગંભીર ઇજા થઇ છે. આ કારમાં 3 વિદ્યાર્થિની અને 2 વિદ્યાર્થી બેઠા હતાં.

આ કારમાં ફીઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા 5 વિદ્યાર્થીઓ સવાર હતા. અમદાવાદથી ગાંધીનગર ખાતે હોસ્ટેલ પરત ફરતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત દરમિયાન ઘાયલ અન્ય 3 વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : ફૂટપાથ પાસે સૂતેલા અપંગ પર કાર ચઢાવતા મોત, ચાલક ફરાર

કાર 3 ઝાડ સાથે અથડાઇ

વહેલી સવારે પાંચ વાગ્યે ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી અને બે વિદ્યાથીનીઓ અમદાવાદથી ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભાઈજીપુરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ કાર ત્રણ જેટલા ઝાડ સાથે અથડાઈ હતી. કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં બેઠેલી રાધનપુરની ઉર્વશી પરમાર અને હિંમતનગરની રહેવાસી સમતા સુથારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કારમાં ફીઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં ભણતા 5 વિદ્યાર્થીઓ સવાર હતા.
ઇન્ફોસિટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर