પારદર્શક વહિવટની વાતો કરતી સરકારે SRPનું વેઇટિંગ બંધ બારણે ખોલતા અનેક તર્ક વિતર્ક

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 25, 2017, 1:49 PM IST
પારદર્શક વહિવટની વાતો કરતી સરકારે SRPનું વેઇટિંગ બંધ બારણે ખોલતા અનેક તર્ક વિતર્ક
તાજેતરમાં જ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ૧૭૫૩૨ જગ્યાઓ પર ભરતી કરાઇ હતી. પરંતુ ૧૫૦૦ જેટલા ઉમેદવારો વિવિધ કારણોસર હાજર નહી થતા તે જગ્યા ભરવા માટે ગુરુવારે ૭૦૦નું એસઆરપીનું વેટિંગ લિસ્ટ ખોલાયું હતું પરંતુ સત્તાવાર રીતે કોઇ વેબસાઇટ પર જાહેર કરવાને બદલે બંધબારણે ખોલીને કેટલાક ઉમેદવારોને જ બોલાવાતા ભરતીમાં મોટા ગોટાળા થયા હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 25, 2017, 1:49 PM IST
અમદાવાદ #  તાજેતરમાં જ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ૧૭૫૩૨ જગ્યાઓ પર ભરતી કરાઇ હતી. પરંતુ ૧૫૦૦ જેટલા ઉમેદવારો વિવિધ કારણોસર હાજર નહી થતા તે જગ્યા ભરવા માટે ગુરુવારે ૭૦૦નું એસઆરપીનું વેટિંગ લિસ્ટ ખોલાયું હતું પરંતુ સત્તાવાર રીતે કોઇ વેબસાઇટ પર જાહેર કરવાને બદલે બંધબારણે ખોલીને કેટલાક ઉમેદવારોને જ બોલાવાતા ભરતીમાં મોટા ગોટાળા  થયા હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે. ત્યારે ગુજરાતભરમાંથી મોટીસંખ્યામાં ન્યાયની માગ સાથે એસઆરપીના વેઇટિંગ લિસ્ટના નોકરી માટેના પ્રબળદાવેદાર ઉમેદવારો ૨૫મી સપ્ટેમ્બરે સોમવારે ગાંધીનગર કચેરીએ પહોચવાના છે. રૂપાણી સરકાર પારદર્શકતા નહી બતાવે તો હાઇકોર્ટમાં રીટ પણ કરાશે. બેરોજગાર રહેલા આ યુવાનોને જો નોકરી નહી મળે તો આગામી ચુંટણીમાં ભાજપને આ ભારે પડી શકે તેમ છે.   1૭500ની ભરતીનું માત્ર ૭૦૦ વેટિંગ ખુલ્યુ એ પણ વેબસાઇટ પર સત્તાવાર ન મુકાતા નોકરીના દાવેદાર ઉમેદવારોમાં કચવાટ પ્રસર્યો છે.


ચુંટણી પહેલા રૂપાણી સરકારની વધુ એક મુશ્કેલી

રાજ્યની રૂપાણી સરકાર સામે ખેડૂતો સહાય અને પોષણક્ષમ ભાવ મુદ્દે તો યુવાનો રોજગારીને મુદ્દે સાથે સાથે પાટીદારો પણ અનામત આંદોલન દરમિયાન કરાયેલા દમનને લઇ તો દલિતો પણ પોતાના પર થતા અત્યાચારને લઇ અને આશાવર્કર બહેનો તેમજ ૧૦૮ના કર્મચારીઓ પણ ભાજપ સરકારથી નારાજ છે. ત્યારે વિધાનસભા ચુંટણી બારણે ટકોરા મારી રહી છે આવા સમયે વધુ એક મુશ્કેલી ઉભી થઇ શકે છે.એસઆરપીના વેટિંગ લિસ્ટના ઉમેદવારો સોમવારે ગાંધીનગર ગજવશે

બેરોજગાર યુવાનોનું કહેવું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ, જેલ સિપાહી સહિત એસઆરપીની પોસ્ટ માટે ૧૭,૫૩૨ જગ્યાઓ ભરાઇ હતી. જેમાંથી આર્મ-અનાર્મમાંથ ૯૬૩થી વધુ ઉમેદવારો હાજર થયા નથી. એસઆરપીના તો અલગ કુલ ૧૫૦૦થી વધુ ઉમેદવારો હાજર ન થતા જગ્યાઓ ખાલી રહેવા પામી છે. જે ભરવા પુરતુ વેઇટિંગ ન ખોલીને માત્ર ૭૦૦નું એસઆરપીનું વેઇટિંગ લીસ્ટ ખોલાયુ છે અને તે પણ સત્તાવાર વેબસાઇટ પર ન મુકાતા ભરતીમાં મોટો ગોટાળો કરાયો હોવાની શંકા પ્રબળ બની છે. જેથી અમે નોકરીથી વંચિત રહી જઇએ તેમ હોવાથી યોગ્ય પારદર્શક ભરતી માટે ગાંધીનગર પહોચવાના છીએ. અને પુરતુ વેઇટિંગ ખોલવા અ્ને ગુરુવારનું એસઆરપીનું લિસ્ટ જાહેર કરવા માગ કરવાના છીએ. અને જો તો પણ ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં રીટ દાખલ કરીશું. ઉમેદવારોની ન્યાયની લડાઇમાં સામાજીક સંગઠનો તેમજ મીડિયા સહકાર આપે તેવી આશા વ્યક્ત કરી છે.
First published: September 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर