સરકારનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવની ખરીદી 15 નવેમ્બર સુધી મોકૂફ
News18 Gujarati Updated: November 2, 2019, 8:53 PM IST

ફાઇલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે.
- News18 Gujarati
- Last Updated: November 2, 2019, 8:53 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ એક તરફ (cyclone Maha)'મહા' વાવાઝોડાનો ખતરો ગુજરાતના (Gujarat) દરિયાકાંઠા વિસ્તારોમાં વર્તાઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ માવઠાના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતમાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલું હતી જે 15 નવેમ્બર 2019 સુધી બંધ રાકવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે મુખ્યમંત્રી (chief minister) વિજય રૂપાણી (Vijay Rupani) ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવે એવી સીધી સૂચના પણ આપવમાં આવી છે. 'મહા' વાવાઝોડાના ખતરના પગલે ગુજરાતના તમામ માર્કેડ યાર્ડોમાં (APMC) ટેકાના ભાવની (Price of support) ખરીદી મોકૂફ રાખવામાં આવી છે. કમોસમી વરસાદના પગલે સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે. વીમા કંપનીને (Insurance company) સરકારે ત્રણ દિવસથી સૂચના આપી છે. આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો (Crop insurance) લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સરાય મળશે.
આ પણ વાંચોઃ-લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી કેવો રહે છે ખતરો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસોતેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. 'મહા' વાવાઝોડાને લઇને પણ રાજ્ય સરકારનું તંત્ર એલર્ટ છે. સરકારની તમામ તૈયારીઓ છે. ખેડૂતને થઇ રહેલા નુકસાન સામે સરકાર મદદ કરશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી જે પણ ખેડૂતોને નુકસાન થશે તેમાં રાજ્ય સરકાર તમામ મદદ કરશે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ-Bigg Boss-13: એક સાથે આ ત્રણ ફીમેલ કન્ટેસ્ટન્ટ્સ થશે ઘરમાંથી બહાર?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના માથેથી ' 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહીં. પરંતુ આગામી 5 તથા 7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે NDRFની 15 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. આ પણ વાંચોઃ-PM મોદીને ધમકી આપનારી પાકિસ્તાની ગાયિકાના ન્યૂડ ફોટો, વીડિયો viral
ક્રાઇસીસ મેનેજમેન્ટની બેઠકમાં આ અંગેનાં નિર્ણય લેવામાં આવ્યા છે. NDRFની સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતેની ટીમોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે કોસ્ટ ગાર્ડ, નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે. વીમા કંપનીને (Insurance company) સરકારે ત્રણ દિવસથી સૂચના આપી છે. આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો (Crop insurance) લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સરાય મળશે.
આ પણ વાંચોઃ-લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી કેવો રહે છે ખતરો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસોતેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. 'મહા' વાવાઝોડાને લઇને પણ રાજ્ય સરકારનું તંત્ર એલર્ટ છે. સરકારની તમામ તૈયારીઓ છે. ખેડૂતને થઇ રહેલા નુકસાન સામે સરકાર મદદ કરશે. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી જે પણ ખેડૂતોને નુકસાન થશે તેમાં રાજ્ય સરકાર તમામ મદદ કરશે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ-Bigg Boss-13: એક સાથે આ ત્રણ ફીમેલ કન્ટેસ્ટન્ટ્સ થશે ઘરમાંથી બહાર?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના માથેથી ' 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહીં. પરંતુ આગામી 5 તથા 7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) વરસવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે NDRFની 15 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.
Loading...