મજબૂરીનો ફાયદોઃ પરીક્ષાની તૈયારી માટે ગ્રાઉન્ડમાં દોડવા આપવી પડે છે લાંચ!

News18 Gujarati
Updated: December 6, 2018, 7:14 PM IST
મજબૂરીનો ફાયદોઃ પરીક્ષાની તૈયારી માટે ગ્રાઉન્ડમાં દોડવા આપવી પડે છે લાંચ!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 6, 2018, 7:14 PM IST
અહીં મારું અને ભાજપનું જ ચાલે છે, મને ગ્રાઉન્ડમાં દોડવું હોય તો મને અલગથી પૈસા આપવા પડશે. આ શબ્દો છે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ગ્રાઉન્ડના એક કોચનું, પોલીસ દળમાં જોવા માટે દિવસ રાત મહેનત કરતાં યુવકોને સરકારી સુવિધાનો લાભ લેવા માટે આવા જવાબ મળે છે.

અહીં ક્લિક કરી વાંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

રાજ્યમાં લોક રક્ષક દળના પેપર લીક થયા બાદ યુવકોનો રોષ સામે આવી રહ્યો છે, જો કે વાત ખાલી પેપર લીક થવા સુધી જ નહીં, ગ્રાઉન્ડ લેવલે જો તપાસ કરવામાં આવે તો સૂત્રોનું કહેવું છે કે માત્ર જનરલ નોલેજની જ તૈયારી કરીને પરીક્ષા પાસ નથી થતી, તેના માટે કેટલાક સરકારી બાબુઓને પૈસા પણ આપવા પડે છે. હજારો રૂપિયાની ફી ભરીને તૈયારી કરતાં યુવકોને શારીરીક કસોટીની તૈયારી કરવા માટે પણ લાંચ આપવી પડે છે.

સરકારની નોકરીની તૈયારી કરવા માટે ગાંધીનગર એપી સેન્ટર બની ગયું છે. એકેડેમિક ક્લાસિસનો તો ગાંધીનગરમાં રાફડો ફાટ્યો છે, પરંતુ શારીરીક કસોટીની તૈયારી કરવા માટે યુવકો ગાંધીનગરમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે, જો કે વાત એટલી સરળ નથી, સામાન્ય રીતે સ્પોર્ટ્સ ઓથોરિટીમાં કોઇ કોર્ષ કરવા માટે જે તે નક્કી થયેલી ફી ભરવાની રહે છે, પરંતુ ફી ભર્યા બાદ પણ અંતે લાંચ તો ભરવી જ પડે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવકોની મજબૂરીનો ફાયદો લાખો રૂપિયાનો સરકારી પગાર લેતા સરકારી બાબુઓ કરી રહ્યાં છે. ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે પણ કેટલાક કોચને ત્રણ હજારથી લઇને પાંચ હજાર સુધીની લાંચ આપવી પડે છે. આ અંગે કેટલાક યુવકોએ ઉપરી અધિકારીનું ધ્યાન પણ દોર્યું પરંતુ લાગવગ અને રાજકારણ સાથે ઓળખાણ હોવાથી કોઇ પગલા લેવાતા નથી.

આ પણ વાંચો મોરારીબાપુ થયા ગુસ્સે, કહ્યું 'સબ હનુમાન કી જાતિ ખોજને નિકલે હેં, બંધ કરો'

બેકારી જોવી હોય તો ગાંધીનગરની મુલાકાત લેવીહાલ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જાણે કે તૈયારી કરવા માટે યુવકોનો રાફડો ફાડ્યો હોય તેમ સ્થાનિકો કરતાં રાજ્યભરમાંથી આવેલા યુવકોની સંખ્યા વધુ છે. આ વાત જાણીને તમને કદાચ નવાઇ લાગશે પરંતુ ગાંધીનગરમાં સરકારી સેવકોને તો બધી ખબર છે, રાજ્યમાં બેકારીનું ઉદારહણ જોવું હોય તો અત્યારે ગાંધીનગરની મુલાકાત તો લેવા જેવી છે.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर