સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં ૫૯૬૯ કન્યાઓને રૂ ૬.૦૧ કરોડ ચુકવાયાં

આ યોજના અંતર્ગત રાજ્યમાં ૫૯૬૯ જેટલી અરજીઓ મંજૂર કરી રૂા.૬.૦૧ કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: July 25, 2019, 5:34 PM IST
સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં ૫૯૬૯ કન્યાઓને રૂ ૬.૦૧ કરોડ ચુકવાયાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 25, 2019, 5:34 PM IST
ભારતીય સંસ્કાર મુજબ સમાજ જીવનમાં લગ્ન, મરણ, જન્મ પ્રસંગે મોટો ખર્ચ કરીને ઉજવણી કરવામાં આવે છે. આ બધુ સામાજિક વ્યવહાર તથા સમાજમાં રૂઢ થયેલા સંસ્કારોને કારણે કરવામાં આવે છે.

વ્યક્તિની ક્ષમતા હોય અને તેની ઉજવણી કરવામાં આવે ત્યાં સુધી વાંધો આવતો નથી. પરંતુ બીજાઓનું અનુકરણ કરીને પોતાની આર્થિક-સામાજિક સ્થિતિ ન હોવા છતાં સામાજિક પ્રસંગોએ મોટો ખર્ચ કરવામાં આવે છે. જેના કારણે જે-તે પરિવારની સ્થિતિ પ્રસંગમાં બિન-જરૂરી વધારે ખર્ચ કરવાને કારણે કથળે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોએ ઘણો ખર્ચ કરવામાં આવતો હોય છે.

લગ્ન પ્રસંગે વિકસતી જાતિનાં યુગલોને રૂા.૧૦,૦૦૦ની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત ફાળવવામાં આવે છે. જેથી લગ્નનાં ખર્ચમાં લગ્ન કરનાર કન્યાનાં પરિવારને આર્થિક રીતે મદદ કરી નાણાકીય અગવડ ન પડે તે માટે મદદરૂપ થવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા આ સહાય ચૂકવવામાં આવે છે.

વિકસતી જાતિનાં લોકોને પોતાની દીકરીનાં લગ્ન પ્રસંગે મદદ કરવાનાં આશયથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તા. ૧/૪/૨૦૧૨ થી લગ્ન કરનાર યુગલની રૂા.૨૦,૦૦૦ની આર્થિક સહાય કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત રાજ્યમાં ૫૯૬૯ જેટલી અરજીઓ મંજૂર કરી રૂા.૬.૦૧ કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે.

આ યોજના માટે સંસ્થાકીય અને વ્યક્તિગત એમ બંને ધોરણે અરજી સ્વીકારવામાં આવે છે તેમ વિધાનસભામાં ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછાયેલાં પ્રશ્નનાં લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે આ વિગતો વિધાનસભા ગૃહમાં આપી હતી.
Loading...

અમદાવાદમાં ૨૦૦ અરજીઓ મંજુર કરી રૂા.૨૨.૬૨ લાખ, સુરેન્દ્રનગરમાં ૧૩૨ અરજીઓ મંજૂર કરી રૂા.૧૪.૬૮ લાખ, આણંદમાં ૪૧ અરજીઓ મંજૂર કરી રૂા. ૪.૫૬ લાખ, પંચમહાલમાં ૮૪૯ અરજીઓ મંજૂર કરી રૂા.૮૪.૯૦ લાખ, રાજકોટમાં ૪૮૬ અરજીઓ મંજૂર કરી રૂા.૪૮.૬૦ લાખ, વલસાડમાં ૫૭૭ અરજીઓ મંજૂર કરી રૂા.૫૭.૭૦ લાખ, વડોદરામાં ૬૬૧ અરજીઓ મંજૂર કરી રૂા.૬૬.૧૦ લાખ, ભાવનગરમાં ૧૪૪૪ અરજીઓ મંજૂર કરી રૂા.૧૪૪.૪૦ લાખ, મહેસાણામાં ૧૦૫૩ અરજીઓ મંજૂર કરી રૂા.૧૦૫.૩૦ લાખ અને ખેડા જિલ્લામાં ૫૨૬ અરજીઓ મંજૂર કરી રૂા.૫૨.૬૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
First published: July 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...