ગયા વર્ષ કરતા વાવેતર વધ્યું પણ વરસાદ ઓછો; દુષ્કાળનાં ભણકારા

News18 Gujarati
Updated: July 17, 2019, 2:27 PM IST
ગયા વર્ષ કરતા વાવેતર વધ્યું પણ વરસાદ ઓછો; દુષ્કાળનાં ભણકારા
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં..

ગુજરાતમાં 15 જુલાઇની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 57.58 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે. પણ વરસાદ માત્ર 24 ટકા જ થયો છે.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં સારા વરસાદની આશાઓ ખેડૂતોએ વાવણી તો કરી દીધી છે પણ હવે વરસાદ ખેંચાતા ચિંતામાં મૂકાયા છે. એક તરફ વરસાદ નથી, બીજી તરફ ડેમોમાં પાણી નથી. વરસાદીની કોઇ આગાહી નથી. જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેઠો છે.

ગુજરાતમાં 15 જુલાઇની સ્થિતિએ કુલ વાવેતર વિસ્તારની સરખાણીમાં 57.58 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, હાલની સ્થિતિએ રાજ્યમાં 48.79 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચુક્યું છે. રાજ્યમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર 84, 76,895 હેક્ટર છે.

રાજ્યમાં ખરીફ વાવેતરમાં ડાંગર, બાજરી, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડધ, મગફળી,તલ, દિવેલા. સોયાબીન, કપાસ, તમાકુ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. સૌથી વધારે વાવેતર મગફળી અને કપાસનું થયું છે.
આંકડાકીય વિગતો પ્રમાણે, ગયા વર્ષે 15 જુલાઇની સ્થિતિએ માત્ર 38.71 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું હતું.

વરસાદની શું સ્થિતિ છે ?
Loading...

જો કે, આ વર્ષે સ્થિતિ એવી છે કે, ગયા વર્ષની સરખામણીમાં વાવેતર આજની સ્થિતિએ વાવેતર વધારે વિસ્તારમાં થયું છે પણ વરસાદ ઓછો થયો છે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં વરસાદનાં આકંડાઓ મુજબ, આ વર્ષે 17 જુલાઇની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં સરેરાશ માત્ર 24 ટકા વરસાદ જ થયો છે. ગયા વર્ષે (2018) 17 જુલાઇની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 40.73 ટકા વરસાદ થઇ ચૂક્યો હતો.

કચ્છમાં આ વર્ષે પણ દુષ્કાળ જેવી સ્થિતિનાં ભણકારા વાગી રહ્યા છે. કેમ કે, આ વર્ષે અત્યાર સુધીમાં જિલ્લાના સરેરાશ વરસાદની સામે માત્ર 6.27 ટકા વરસાદ જ થયો છે. ઉત્તર ગુજરાતમાં 18.34 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 19.30 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકા વરસાદ પડ્યો છે.


ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે પણ વરસાદ ખેંચાતા ચિંતાતૂર બન્યા છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. રાજ્ય સરકારે કેટલાક જિલ્લાઓમાં પાકને બચાવવા માટે નહેરોમાં પાણી છોડ્યું છે પણ એ પૂરતું નથી તેમ ખેડૂતો કહી રહ્યાં છે.

અત્રે ઉલ્લખનીય છે કે, આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું મોડુ બેઠું હતું. ગુજરાતમાં શરૂઆતનાં દિવસોમાં વરસાદ વરસતા સારા ચોમાસાની આશા બંધાઇ હતી પણ પાછળથી વરસાદ ખેંચાયો છે અને ખેતી પર નભતા લોકો પર અછતની તલવાર લટકી રહી છે.

રાજ્યમાં ડેમો હજુય ખાલી

વરસાદ ઓછો થવાને કારણે રાજ્યનાં ડેમોમાં હજુ પુરતું પાણી આવ્યું નથી અને મોટાભાગનાં ડેમોનાં તળીયા ઝાટક છે.

17 જુલાઇની સ્થિતિએ રાજ્યનાં કુલ 205 ડેમોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાની સામે માત્રપ 30 ટકા પાણી છે.

સૌરાષ્ટ્રનાં 139 ડેમોમાં માત્ર 7.24 ટકા પાણી છે જ્યારે કચ્છમાં 20 ડેમોમાં 8.66 ટકા પાણી છે.

ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે માત્ર 12.43 ટકા પાણી છે અને દક્ષિણ ગુજરાતનાં 13 ડેમોમાં 16.39 ટકા પાણી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યના એક પણ ડેમ છલકાતો નથી. આ ડેમો હજુય ખાલી છે.
First published: July 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com