ટ્રેનમાં પ્રવાસીઓ હવે વધારે સુરક્ષિત, રેલવે પોલીસ લાવી રહી છે એપ

News18 Gujarati
Updated: July 24, 2019, 12:07 PM IST
ટ્રેનમાં પ્રવાસીઓ હવે વધારે સુરક્ષિત, રેલવે પોલીસ લાવી રહી છે એપ
પ્રતિકાત્મક તસવીર

મહિલાને કોઇ રોમિયો પરેશાન કરતો હશે તો મહિલાએ એપમાં આવેલું પેનિક બટન ડબાવવાનું રહેશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ટ્રેનમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ થાય તો તેના માટે એક એપ બનાવવામાં આવી રહી છે. જેમા પ્રવાસી તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકે છે. રેલવે પોલીસે સુરક્ષા જીઆરપી નામની એપ તૈયાર કરી છે. આ એપ તમે એપ સ્ટોરમાંથી લઇ શકશો.

ટ્રેનનાં પ્રવાસીઓને મદદરૂપ થવા માટે રેલવે પોલીસે 'રેલ સુરક્ષા જીઆરપી' નામની એપ તૈયાર કરી છે. જેના આધારે પ્રવાસીઓ રેલવે પોલીસને સીધી જ ફરિયાદ કરી શકશે. રેલવેના ડીઆઈજી ગૌતમ પરમારે આ અંગે જણાવતા કહ્યું કે, આ એપમાં ફરિયાદ, વુમન ડેસ્ક, સજેસન, સસ્પીશિયસ, કોલ, કોન્ટેક્ટ કોપ, કોન્ફીડેન્શીયલ, ટ્રેસ માય રૂટ અને ફીડબેક જેવા ઓપ્શન આપવામાં આવ્યાં છે.

જો તમે વુમન ડેસ્ક પર ક્લિક ટચ કરશો તો મહિલા પ્રવાસીઓનો કોચ સીટ નંબર વગેરે રજીસ્ટર થઇ જશે. ત્યારબાદ મહિલાને કોઇ રોમિયો પરેશાન કરતો હશે તો મહિલાએ એપમાં આવેલું પેનિક બટન ડબાવવાનું રહેશે. પેનિક બટન દબાવતા જ પોલીસ રજીસ્ટર્ડ થયેલી માહિતીને આધારે મહિલાની સીટ સુધી પહોંચી જશે અને તાત્કાલિક કાર્યવાહી કરશે. આ ઉપરાંચ ફરિયાદીનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

જો વૃદ્ધ કે બીમાર વ્યક્તિન પોતાની માહિતી નોંધીને રૂટમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસની મદદ લઇ શકે છે. જો ટ્રેન પોતાના સમય કરતા મોડી હશે તો પણ સંબંઘિત સમય પણ તમે આ એપથી જાણી શકશો.
First published: July 24, 2019
વધુ વાંચો
अगली ख़बर