દુષ્કાળગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્રનું રૂ. 6680 કરોડનું પેકેજ, ગુજરાતને રૂ. 127 કરોડ ફાળવ્યાં

રાહત મેળવનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક આંધ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

News18 Gujarati
Updated: January 29, 2019, 5:54 PM IST
દુષ્કાળગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્રનું રૂ. 6680 કરોડનું પેકેજ, ગુજરાતને રૂ. 127 કરોડ ફાળવ્યાં
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 29, 2019, 5:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત રાજ્યોની માંગણીને ધ્યાનમાં રાખીને રૂ. 6680 કરોડનું રાહત પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મહોન સિંઘે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. રાહત મેળવનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક આંધ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં સૌથી વધારે સહાય મહારાષ્ટ્રને આપવામાં આવી છે. મહારાષ્ટ્રને રાહત સહાય તરીકે રૂ. 4700 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશના રૂ. 900 કરોડ અને કર્ણાટકને રૂ. 950 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ એક ટ્વિટમાં લખ્યું કે, "મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્ર સરકારે અછતગ્રસ્ત કર્ણાટક માટે રૂ. 949.49 કરોડ તેમજ મહારાષ્ટ્ર માટે રૂ. 4714.28 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ રકમ 2018-19ના વર્ષ માટે ખરીફ પાક માટે જાહેર કરવામાં આવી છે."


Loading...

બીજા એક ટ્વિટમાં કેન્દ્રીય મંત્રીએ લખ્યું છે,"કેન્દ્ર સરકારે અછતગ્રસ્ત આંધ્રપ્રદેશ માટે રૂ. 900.40 કરોડ અને ગુજરાત માટે રૂ. 127.60 કરોડ આપવાની જાહેરાત કરી છે."

કયા રાજ્યને કેટલી જાહેરાત

મહારાષ્ટ્રઃ દુષ્કાળની સહાય પેટે રૂ.4700 કરોડ
કર્ણાટક: દુષ્કાળની સહાય પેટે રૂ.950 કરોડ
આંઘ્ર પ્રદેશ: દુષ્કાળની સહાય પેટે રૂ.900 કરોડ
ગુજરાત: દુષ્કાળની સહાય પેટે રૂ.127 કરોડ
પુડ્ડુચેરી: સાયક્લોન હોનારતની સહાય પેટે 13.9 કરોડ
ઉત્તર પ્રદેશ: પૂર હોનારતની સહાય પેટે 191.73 કરોડ
હિમાચલ પ્રદેશ: પૂર હોનારતની સહાય પેટે 317.44 કરોડ
First published: January 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...