ગાંધીનગરના નવા મેયર રીટા પટેલ, કોંગ્રેસને 14 અને ભાજપને 16 મત મળ્યા

નવા મેયરની નિયુક્તિ કરવા માટે 5 નવેમ્બરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ દરમિયાન નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

News18 Gujarati
Updated: November 6, 2018, 6:26 PM IST
ગાંધીનગરના નવા મેયર રીટા પટેલ, કોંગ્રેસને 14 અને ભાજપને 16 મત મળ્યા
નવા મેયરની નિયુક્તિ કરવા માટે 5 નવેમ્બરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ દરમિયાન નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
News18 Gujarati
Updated: November 6, 2018, 6:26 PM IST
ગાંધીનગર નગર પાલિકાને નવા મેયર મળી ગયા છે. મહિલા મેયર તરીકે ભાજપના રીટા કેતન પટેલ અને ડેપ્યૂટી મેયર તરીકે નાજાકુમાર ધાંધરને કોંગ્રેસના ઉમેદવારોને મળેલા 14 મત સામે 16 મત મળતા તેમનો વિજય નિશ્ચિત થઇ ગયો છે. માત્ર એટલું જ નહીં, મેયર તરીકે રીટા પટેલનો વિજય થતા જ એક યોગાનુયોગ સર્જાયો છે. ગાંધીનગર મહાનગર પાલિકાના ટૂંકા ઇતિહાસમાં રીટા પટેલ સહિત ચાર મેયર એક જ વિસ્તારમાંથી આવે છે.

નવા મેયરની નિયુક્તિ કરવા માટે 5 નવેમ્બરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ દરમિયાન નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં હાલના મેયર પ્રવીણ પટેલનો મત સીલબંધ કવરમાં રાખવા સાથે આગામી ૨૨ નવેમ્બરે ગુજરાત હાઇકોર્ટમાં આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ ધાંધલ-ધમાલ તેમજ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસની ફૌજની હાજરીમાં મતદાન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2011માં ગાંધીનગર મહાપાલિકા અસ્તિત્વમાં આવી હતી. આ દરમિયાન શહેરમાં પહેલા મેયર તરીકે મહેન્દ્રસિંહ(વોર્ડ નં-3) કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ત્યાર બાદ તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહેન્દ્રસિંહ બાદ હંસાબેન મોદી(વોર્ડ નં-3)મેયર બન્યા હતા. હંસાબેન બાદ પ્રવીણ પટેલ(વોર્ડ નં-3) મેયર બન્યા હતા.જ્યારે ગઇકાલે જીતેલા રીટા પટેલ પણ વોર્ડ નંબર ત્રણમાંથી આવે છે. આમ આ ચારેય મેયર એક જ વિસ્તારમાંથી આવે છે.
First published: November 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...