નર્મદા કેનાલમાં ગાબડાં : ભ્રષ્ટાચારના ભોરિંગને છાવરવા સરકારે ઊંદર-નોળિયાને આગળ કર્યાં

News18 Gujarati
Updated: July 12, 2019, 3:20 PM IST
નર્મદા કેનાલમાં ગાબડાં : ભ્રષ્ટાચારના ભોરિંગને છાવરવા સરકારે ઊંદર-નોળિયાને આગળ કર્યાં
પ્રતિકાત્મક તસવીર

ગત અઠવાડિયા મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલો તેવરે ડેમ કરચલાઓને કારણે તૂટ્યો હોવાનું નિવેદન ત્યાંના એક મંત્રીએ આપ્યું હતું. મંત્રીના આવા નિવેદન બાદ દેશમં હોબાળો મચી ગયો હતો.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : નર્મદા કેનાલોમાં પડી રહેલા ગાબડાઓ માટે ગુજરાત સરકારે ઉંદરો અને નોળિયાઓને જવાબદાર ગણાવ્યા છે! વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નર્મદા કેનાલોમાં પડતાં ગાબડા અંગે પ્રશ્ન પૂછતા સરકારે જવાબમાં અન્ય કારણોની સાથે આ કારણ પણ આપ્યું હતું. નોંધનીય છે કે ગત અઠવાડિયા મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલો તેવરે ડેમ કરચલાઓને કારણે તૂટ્યો હોવાનું નિવેદન ત્યાંના એક મંત્રીએ આપ્યું હતું. મંત્રીના આવા નિવેદન બાદ દેશમં હોબાળો મચી ગયો હતો.

શુક્રવારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે, 31-05-2019 સુધી બે વર્ષમાં કેનાલોમાં ગાબડા પડવાના કુલ 207 બનાવો બન્યા છે. કેનાલોના ગાબડા રિપેર કરવા પાછળ રૂ. 77.82 લાખનો ખર્ચ થયો છે.

ગાબડાના કારણોમાં સરકારે ઉંદર અને નોળિયાના દરથી લીકેજ થતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નહેર ઓવરટોપ થવાથી, જૂના અને નવા કામના જોઈન્ટ નબળા હોવાથી, નહેર ઉભરાવાથી અને સમારકામની ખામીને કારણે પણ ગાબડાં પડતા હોવાનું જણાવ્યું હતું.

ડેમ તૂટવા પર મહારાષ્ટ્રના મંત્રીએ શું કહ્યું હતું?

મહારાષ્ટ્રના જળ સંરક્ષણ મંત્રી તાનાજી સાવંતે તેવરે ડેમ તૂટવા અંગે જણાવ્યું હતું કે, કરચલાઓના કારણે ડેમમાં લિકેજ થયું હતું. ડેમમાં મોટાપાયે કરચલા રહે છે. મેં અહીંના સ્થાનિકો અને ખેડૂતો સાથે વાત કરી છે અને તેમણે અહીં ક્યારેય આટલો વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું નથી.

નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી
Loading...

ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન સરકારે માહિતી આપતા સ્વીકાર્યુ છે કે સરદાર સરોવર નર્મદા યોજના હેઠળ હાલ 10,796 કિલોમીટર કેનાલોનાં કામ બાકી છે. સરકાર તરફથી માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, કુલ 60,952 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 10,796 કિલોમીટરના નેટવર્કનું કામ હજુ બાકી છે. નહેરોના બાકી કામ માટે હજુ 4,354 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...