LIVE NOW

રાજ્યસભા ચૂંટણીમાં બંને ઉમેદવારની જીત બાદ ભાજપની પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી બાદમાં મતગણતરી શરૂ થશે અને આજે જ પરિણામની પણ જાણ થઇ જશે.

gujarati.news18.com | July 5, 2019, 9:10 PM IST
facebook Twitter Linkedin
Last Updated July 5, 2019
auto-refresh

Highlights

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.  જેમાં ભાજપના બંને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યસભાની ચૂંટણી માટે આજે વિધાનસભામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોને મત આપ્યા હતા. જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર એસ જયશંકર 104 મતથી અને જુગલજી ઠાકોર પણ 104 મતથી વિજયી થયા છે.

મહત્વની વાત એ છે કે, રાજ્ય સભાની ચૂંટણીમાં એનસીપીના એક ઉમેદવાર અને બીટીપીના બે ઉમેદવારે પણ ભાજપને મત આપ્યા. જ્યારે અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના ઉમેદવારના પક્ષમાં મત આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાયું. ભાજપ તરફથી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર હતી તો, કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચુડાસમા ઉમેદવાર હતા.
Load More