આંબેડકર જયંતિએ શાંતિપૂર્વક વિરોધ કરવા નેતા મેવાણીની અપીલ

News18 Gujarati
Updated: April 13, 2018, 4:57 PM IST
આંબેડકર જયંતિએ શાંતિપૂર્વક વિરોધ કરવા નેતા મેવાણીની અપીલ
News18 Gujarati
Updated: April 13, 2018, 4:57 PM IST
એટ્રોસિટી એક્ટ મામલે કેન્દ્ર સરકાર વટહુકમ લાવે તેવી માંગણી સાથે 14મી એપ્રિલે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપના નેતાઓનું વિરોધ કરવાનું આહવાન કર્યું છે. આ પહેલા મેવાણીએ એક વીડિયો બહાર પાડીને દલિતોને 14મી તારીખે કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ન ઉતરવા અપીલ કરી છે. મેવાણીએ દલીતોને અપીલ કરતા કહ્યું છે કે આ દિવસે કોઈ જ પ્રકારની હિંસા ન કરતા શાંતિથી વિરોધ પ્રદર્શન કરવું. નોંધનીય 14મી એપ્રિલે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ છે.

મેવાણીએ આપી હતી ચીમકી

દલિત નેતા જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદી સરકારને એટ્રોસિટી એક્ટ મામલે ચેતવણી આપતા કહ્યુ હતું કે, જો કેન્દ્ર સરકાર 14 એપ્રિલ પહેલા એટ્રોસિટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં ઓર્ડિનન્સ નહીં લાવો, તો દેશમાં કોઇ પણ સ્થળે દલિતો ભાજપના નેતાઓને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરવા દેશે નહીં.

થોડા દિવસો પહેલા સુપ્રિમ કોર્ટે એવું અવલોકન કર્યુ હતું કે, એટ્રોસિટી એક્ટનો દુરઉપયોગ થાય છે અને ખોટા કેસો કરી લોકોને ફસાવવામાં આવે છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. કોર્ટના વલણનો સમગ્ર દેશમાં મોટા પાયે વિરોધ થયો હતો અને 2 એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. આ બંધ અને વિરોધ પ્રદર્શનમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો.મેવાણીની ચીમકીના પગલે 14મીએ પોલીસ કર્મીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

14મી એપ્રિલે આંબેડક્ટર જ્યંતી છે ત્યારે રાજકીય નેતાઓ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવવા નીકળી પડશે. જોકે, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક પણ રાજકારણીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર નહીં પહેરાવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ મેવાણીની ચીમકીના પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓને હેડક્વાર્ટ ન છોડવા માટે હુકમ કર્યો છે. રાજ્ય પોલીસ વડાએ પી.આઈ. કે તેથી ઉપરના અધિકારીઓને રજા નહીં લેવા સૂચન કરતો પરિપત્ર બહાર પાડ્યો છે.
Loading...

અનિવાર્ય કારણ વગર રજાઓ મંજૂર ન કરવા DGPનો હુકમ

પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે પી.આઈ. સહિતના પોલીસ કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે, જે પોલીસ કર્મચારીઓએ પહેલાથી રજા લીધે છે તેમને અનિવાર્ય સંજોગો સિવાય રજા પર છૂટા ન કરવા. આ ઉપરાંત જે પોલીસ કર્મચારીઓ અત્યારે રજા ઉપર છે તે કર્મચારીઓને પાછા ફરજ પર બોલાવવા વિચાર કરવો જોઇએ.
First published: April 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर