જો બહારની એજન્સી ડ્રગ્સ પકડશે તો સ્થાનિક અધિકારીઓ વિરુધ્ધ થશે કાર્યવાહી !

ડી.જી.પી ઉપરાંત સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ દ્વારા પણ આ અંગે થઇ રહેલ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે અને સમયાંતરે મીટીંગ બોલાવીને થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરાશે.

News18 Gujarati
Updated: June 18, 2019, 8:43 PM IST
જો બહારની એજન્સી ડ્રગ્સ પકડશે તો સ્થાનિક અધિકારીઓ વિરુધ્ધ થશે કાર્યવાહી !
ડી.જી.પી ઉપરાંત સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ દ્વારા પણ આ અંગે થઇ રહેલ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે અને સમયાંતરે મીટીંગ બોલાવીને થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરાશે.
News18 Gujarati
Updated: June 18, 2019, 8:43 PM IST
રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે સુનિશ્ચિત કરવા ડી.જી.પી શિવાનંદ ઝા દ્વારા તમામ એકમોને નિર્દેશ કરવામાં આવ્યો છે. આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે આજ રોજ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા એક ખાસ બેઠક બોલાવવામાં આવેલ હતી. આ બેઠકમાં તમામ જીલ્લા/શહેરના એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ અધિકારી સહિત રાજ્યની સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ.ના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ ભવન ખાતે યોજાયેલૂ આ મિટિંગમાં ડી.જી.પી.દ્વારા તમામ એકમોને નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા અંગેની એક ખાસ ડ્રાઇવ રાખી, તમામ પ્રકારે આવા પદાર્થો વિરુધ્ધની કાર્યવાહી કરવા સૂચના કરી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આવા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવી સંભવાના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સધન ચેકીંગ કરવા તથા આવા વિસ્તારોમાં અવારનવાર કોમ્બિંગ રાખવા પણ જણાવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ પ્રકૃતિપ્રેમીઓએ શ્રમદાન કરી ચેકડેમ રિપેર કર્યો; લાખો લિટર પાણી સંગ્રહાશે 

રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહિં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા તમામને જણાવવામાં આવેલ હતું. આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા ઇસમોને ઓળખી કાઢીને તેમની વિરુધ્ધમાં કડકમાં કાર્યવાહી થાય અને જો આવા પદાર્થો રાજ્ય બહારથી ઘુસાડવામાં આવતાં હોય તો તેના મૂળ સ્ત્રોત્ર તથા વહન/હેરાફેરીના માધ્યમો શોધીને આવી આવા સમગ્ર રૂટ ઉપર ચાંપતી નજર રાખીને સંડોવાયેલ તમામ ઇસમોને પકડી પાડવા અંગેનું આયોજન કરવામાં આવે તેમ પણ ડી.જી.પી.એ જણાવ્યું હતું.

જો આવા માદક પદાર્થો પકડવામાં કોઇ એકમની નબળી કામગીરી જણાય આવશે તો તેવા એકમના સંબંધીત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેમ પણ રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં જણાવ્યું હતું. જેવી રીતે બહારની એજન્સી દ્વારા કોઇ સ્થાનિક પો.સ્ટે વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુધ્ધ પગલા લેવામાં આવશે. તેની સામે જો કોઇ એકમ/અધિકારી દ્વારા આ દીશામાં સારી કામગીરી કરવામાં આવે તો તેની પ્રોત્સાહીત કરવા ઇનામ આપવાની પણ જાહેરાત કરેલ હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે જાણો છો સ્વદેશી 'ચંદ્રયાન-2' વિશેની આ ખાસ વાતો ?
Loading...

ડી.જી.પી ઉપરાંત સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ દ્વારા પણ આ અંગે થઇ રહેલ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે અને સમયાંતરે મીટીંગ બોલાવીને થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા રાજ્ય પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે આવા પદાર્થો અને ખાસ કરીને સીઘેટીક ડ્રગ્સ સૂધીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવામાં આવનાર હોવાનું પણ પોલીસ વડાએ જણાવેલ હતું. મિટિંગના અંતમાં ડી.જી.પી.એ આવા પદાર્થો વિરુધ્ધ સતત અને સખત રીતે પગલાં લેવામાં આવે અને કોઇ પણ ભોગે રાજ્યમાં આવા પદાર્થો ન મળે તે માટે તમામ એકમોને તાકીદ કરી હતી.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...