PM મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી, તમામ સહાયની બાંહેધરી આપી

પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી વાયુ વાવાઝોડાને લઈ ચર્ચા કરી હતી.

News18 Gujarati
Updated: June 13, 2019, 2:57 PM IST
PM મોદીએ CM રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી, તમામ સહાયની બાંહેધરી આપી
વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 2:57 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાત ઉપર વાયુ વાવાઝોડું ત્રાટકવાનું નથી પરંતુ ખતરો હજી પણ સૌરાષ્ટ્રમાં મંડરાઇ રહ્યો છે. ભારે પવનના કારણે ઠેરઠેર તબાહી થવાની શરૂ થઇ ગઇ છે. વૃક્ષો પડવા, ઘરના છાપરા ઉડવા, વીજ પોલ પડવા જેવી ઘટનાઓ બનવાની શરૂ થઇ ગઇ છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી. અને તમામ મદદનીખાતરી આપી હતી.

મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી વાયુ વાવાઝોડાને લઈ ચર્ચા કરી હતી. વડાપ્રધાને રશિયાના બિશ્કેક પહોંચ્યા બાદ તરત જ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાય આપવાની બાંહેધરી આપી હતી.


Loading...

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માથે વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું નહીં ટકરાય. હવામાન વિભાગના સાયન્ટિસ્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાયુ વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફુંકાશે.

આ પણ વાંચોઃ-LIVE: ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઊડીને રેલવે ટ્રેક પર પડ્યા

આ ઉપરાંત દ્વારકાના દરિયામાંથી રૂપેણ બંદરના માછીમાર યુવકનું એનડીઆરએફ ટીમે રેસ્ક્યૂ કર્યું. ​માછીમારી કરવા ગયેલો યુવક 6 કલાકથી સમુદ્રમાં ફસાયો હતો. બસીર નામના યુવકને રેસ્ક્યૂ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યો છે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...