સરદાર સરોવર છલોછલ: કાલે નર્મદા ડૅમ ખાતે 70મો જન્મ દિવસ ઉજવી PM મોદી ગુજરાત ગજવશે

નર્મદા ડૅમ આજે 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. આ અવસરે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા થશે

News18 Gujarati
Updated: September 16, 2019, 6:34 PM IST
સરદાર સરોવર છલોછલ: કાલે નર્મદા ડૅમ ખાતે 70મો જન્મ દિવસ ઉજવી PM મોદી ગુજરાત ગજવશે
ફાઇલ ફોટો
News18 Gujarati
Updated: September 16, 2019, 6:34 PM IST
ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડૅમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી વધુએ ભરાઇ ગયો છે. આ ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે (17 સપ્ટેમ્બર)ના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.

વડા પ્રધાનના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે 9:૦૦ થી 10:૦૦ એક કલાક દરમ્યાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે,"

"વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, બટરફલાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભા સંબોધશે તેમજ રાજ્યના નાગરિકોના ઉમંગ-ઉલ્લાસમાં નવું બળ પૂરશે.".

તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા ડૅમ આજે 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે.આ અવસરે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે.

“જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વશિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે,” પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું.
Loading...

(માહિતી સ્ત્રોત: માહિતી વિભાગ)
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...