PM મોદી રવિવારે ગુજરાતમાં, સાંજે 6 વાગ્યે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી

News18 Gujarati
Updated: May 25, 2019, 11:42 AM IST
PM મોદી રવિવારે ગુજરાતમાં, સાંજે 6 વાગ્યે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી
ધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

ધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

  • Share this:
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની ભવ્ય જીત બાદ રવિવારે ગુજરાતનાં મહેમાન બનવાનાં છે તેઓ સાંજે 5 વાગ્યે ગુજરાત આવશે જ્યાં ગુજરાત ભાજપ દ્વારા તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે બાદ ત્યાંથી પ્રધાનમંત્રી મોદી સીધા જ ખાનપુર ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે જશે જ્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીનાં ઓફિશિયલ ટ્વિટર પેજ પરથી ટ્વિટ કરવામાં આવી છે કે, આવતીકાલે સાંજે હું ગુજરાત જઇ રહ્યો છું, મારી માતાનાં આશિર્વાદ લેવા. અને બીજા દિવસે સવારે હું કાશી જઇશ. ત્યાંની જનતાનો આભાર માનવા જેમણે
મારામાં ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે.


Loading...આ ઉજવણી બાદ પ્રધાનમંત્રી મોદી ખાનપુર જે પી ચોક ખાતે PM મોદી જાહેરસભા સંબોધશે. જે બાદ તેઓ ગાધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે અને માતા હિરાબાને પણ મળવા જશે. સોમવારે સવારે પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે.

આપનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ એક ક્લિક કરીને જાણો...
First published: May 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...