હાય રે મોંઘવારી! અમદાવાદમાં પેટ્રોલ 70 અને ડિઝલ 66ને પાર

આંતરરાષ્ટ્રિય બજારમાં ડિઝલનો ભાવ 69 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.

News18 Gujarati
Updated: January 12, 2018, 6:44 PM IST
હાય રે મોંઘવારી! અમદાવાદમાં પેટ્રોલ 70 અને ડિઝલ 66ને પાર
આંતરરાષ્ટ્રિય બજારમાં ડિઝલનો ભાવ 69 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.
News18 Gujarati
Updated: January 12, 2018, 6:44 PM IST
અમદાવાદ: રાજ્યનાં વિવિધ શહેરોમાં પેટ્રોલ ડિઝલનાં ભાવ ફરી એક વખત વધી ગયા છે. આંતરરાષ્ટ્રિય બજારમાં ડિઝલનો ભાવ 69 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. તેની સાથે અમદાવાદમાં પેટ્રોલ ડિઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 70.18 રૂપિયા છે ત્યારે ડિઝલનો ભાવ 65.56 રૂપિયા પ્રતિ લિટર નોંધાયો છે.

આ સાથે જ રાજ્યનાં વિવિધ શહેરોમાં પણ ભાવ વધારો થયો છે. સામાન્ય માણસોનાં ખીસ્સા પર વધુ એક માર સહન કરવો પડી રહ્યો છે. આ વિશે ગત દિવસોમાં જ પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, ઉપભોક્તાઓને રાહત આપવાની જવાબદારી સરકાર પર નિર્ભર કરે છે. ફક્ત કેન્દ્ર સરકાર જ ટેક્સ વધારવામાં જવાબદાર નથી થતી.

તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલ પર લાગેલા ટેક્સનો લાભઅન્ય રાજ્ય સરકારને પણ મળે છે. રાજ્ય સરકારને પણ આ સ્થિતિમાં વેટનાં રેટ ઓછા કરીને પહેલ કરવી જોઇએ.

Loading...શહેરપેટ્રોલ (રૂ.માં ભાવ) ડિઝલ (રૂ.માં ભાવ)
અમદાવાદ 70.18 65.56
બરોડા 70.00 65.36
સુરત 70.10 65.50
રાજકોટ 71.95 66.86
જામનગર 70.15   65.69
ભાવનગર 71.28 66.29

 
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर