Home /News /ahmedabad /Gandhinagar: પાટીદાર સમાજના આગેવાનો પડતર પ્રશ્નોને લઈને CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

Gandhinagar: પાટીદાર સમાજના આગેવાનો પડતર પ્રશ્નોને લઈને CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા

પાટીદાર અગ્રણીઓની CM સાથેની બેઠક પૂર્ણ.

મુખ્યમંત્રીએ વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉકેલવાનું વચન આપ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પટેલે કહ્યું કે તેમની માંગણીઓને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.

ગાંધીનગર: પાટીદાર સમાજ (Patidar Samaj) ના અગ્રણી નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને મળ્યા હતા અને પાટીદાર અનામત આંદોલનકારી (Patidar Anamat Andolan)ઓ સામે નોંધાયેલા કેસો પરત ખેંચવા જેવી પડતર માંગણીઓના નિરાકરણની માંગ કરી હતી. ગાંધીનગર (Gandhinagar)માં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Patidar Samaj, Gujarat Assembly Elections) થવાની છે.

પ્રતિનિધિમંડળના મુખ્ય સભ્ય સી.કે. પટેલે જણાવ્યું હતું કે, “બેઠક દરમિયાન રાજ્ય સરકારનું વલણ હકારાત્મક હતું. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. અમને કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંબંધિત અધિકારીઓને કામ ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે."



વધુમાં તેમણે કહ્યું કે ઉમિયાધામ અને ખોડલધામ સહિત પાટીદાર સમાજની 20 જેટલી સંસ્થાઓના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમણે કહ્યું કે આ સંગઠનોએ વધુ સારા સંકલન માટે વિશ્વ પાટીદાર ફેડરેશનની રચના કરી છે.

“અમે મુખ્યમંત્રીને 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે નોંધાયેલા બાકીના તમામ કેસો પાછા ખેંચવા વિનંતી કરી હતી. અમે અમારી જૂની માગણી તરફ પણ તેમનું ધ્યાન દોર્યું હતું કે આંદોલન દરમિયાન માર્યા ગયેલા 14 પાટીદાર સમાજના સભ્યોમાંથી પરિવારના ઓછામાં ઓછા એક સભ્યને નોકરી આપવામાં આવે.

આ પણ વાંચો- રાજકોટમાં 16 વર્ષીય સગીરાનું બે સંતાનોના પિતાએ અપહરણ કરી ચાલતી બસમાં દુષ્કર્મ આચર્યું

તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં ઉઠાવવામાં આવેલા અન્ય મુદ્દાઓમાં પાટીદાર યુવાનોને સ્ટાફની અછતને કારણે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગમાંથી લોન મેળવવામાં પડતી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

“અમે મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી કે કમિશનને શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા માટે કામ ઝડપી બને. અમે કમિશનનું વાર્ષિક બજેટ રૂ. 500 કરોડથી વધારીને રૂ. 1,000 કરોડ કરવાની પણ માગણી કરી હતી. વિદ્યાર્થી લોનની મર્યાદા પણ 15 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવી જોઈએ.

આ પણ વાંચો-સુરત ક્રાઈમ બ્રાન્ચે મોંઘીદાટ ગાડીમાં એમડી ડ્રગ્સની ખેપ મારતા ત્રણ આરોપીઓને દબોચ્યા

મુખ્યમંત્રીએ વિધાનસભાની ચૂંટણી પહેલા આ મુદ્દાઓને ઉકેલવાનું વચન આપ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પટેલે કહ્યું કે તેમની માંગણીઓને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
First published:

Tags: Bhupendra Patel, Gujarati news, Patidar anamat andolan samiti, Patidar leader