PAN નાંખશો એટલે કરદાતાનું IT રિટર્નનું ફોર્મ દેખાશે

આમાં કરદાતાનું નામ, કપાયેલ ટીડીએસ, જમા કરાવેલા વેરાની વિગતો પણ જોવા મળશે.

News18 Gujarati
Updated: December 8, 2018, 10:00 AM IST
PAN નાંખશો એટલે કરદાતાનું IT રિટર્નનું ફોર્મ દેખાશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 8, 2018, 10:00 AM IST
ઓનલાઇન રિટર્ન ફાઇલ કરનારાઓ આવકવેરાના રિટર્ન ફાઇલ કરવાની વેબસાઇટ પર જઇને તેનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) નાખશો તો આવકવેરાના રિટર્ન કરવાનું નવું ફોર્મ કરદાતા અંગેની પ્રાથમિક વિગતો ભરાયેલુ દેખાશે. આમાં કરદાતાનું નામ, કપાયેલ ટીડીએસ, જમા કરાવેલા વેરાની વિગતો પણ જોવા મળશે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડ સાથે જોડાયેલ નિયમોને બદલી નાખ્યા છે જે 5 ડિસેમ્બરથી લાગૂ થયા છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રા અનુસાર, ટેક્સ ડિપાર્ટમેન્ટ 4 કલાકમાં પેન કાર્ડ ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યાં છે. સીબીડીટી ટૂંક સમયમાં જ 4 કલાકની અંદર જ ઈ-પેન આપવાની શરૂઆત કરશે. અમે એક નવી સિસ્ટમ વિકસાવી રહ્યાં છીએ. એક વર્ષ અથવા થોડા સમય બાદ 4 કલાકમાં પેન આપવાની શરૂઆત કરી દઈશું. તમારે આધાર ઓળખ આપવાની રહેશે અને તમને 4 કલાકમાં જ ઈ-પેન મળી જશે. તેમને કહ્યું કે, લોકોને કાર્ડ માટે 10 દિવસની રાહ જોવી પડશે નહી.

આ પણ વાંચો: PAN નાંખશો એટલે કરદાતાની મહત્વની માહિતી દેખાશે

હવે પેન કાર્ડ લેવા માટે ભરાનાર ફોર્મમાં એક એવો વિકલ્પ હશે, જેમાં કોઈ વ્યક્તિ માતા-પિતા અલગ થવાની સ્થિતિમાં પોતાની માંનું નામ લખી શકે છે. જણાવી દઈએ કે, પહેલા પેન કાર્ડ માટે પિતાના નામ આપવું જરૂરી હતું અને ફોર્મ માત્ર પિતાના નામનું જ વિકલ્પ આપવામા આવતો હતો.

હવે ટૂંક સમયમાં જ લોકો ઈ-પેન જનરેટ કરી શકશે. NSDLઅથવા UTITSLની વેબસાઈટથી પેન માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આમા પેનની હાર્ડ કોપી અને વર્ચ્યુઅલ કોપીનો વિકલ્પ આપવામા આવ્યો છે. એવું કહેવામા આવી રહ્યું છે કે, આ સેવા ટૂંક સમય માટે જ છે.
First published: December 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626