Home /News /ahmedabad /Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસનો મહિનામાં ત્રણવાર અકસ્માત, હજુ મહિનો પણ પૂરો થયો નથી!

Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસનો મહિનામાં ત્રણવાર અકસ્માત, હજુ મહિનો પણ પૂરો થયો નથી!

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ફાઇલ તસવીર

Vande Bharat Express: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિનાના અંતિમ દિવસોમાં વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતુ અને 1લી તારીખથી તેને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. ત્યારે આ ટ્રેનને મહિનો પણ પૂરો થયો નથી અને ત્રણ-ત્રણવાર ઢોર-ઢાંખર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે.

વધુ જુઓ ...
  અમદાવાદઃ આ મહિનાની શરૂઆતમાં જ ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનું વડાપ્રધાને લોકાર્પણ કર્યુ હતુ. ત્યારે એક જ મહિના જેટલા સમયગાળામાં આ ટ્રેનનો ત્રણવાર અકસ્માત થઈ ચૂક્યો છે. સૌથી પહેલાં અમદાવાદ, ત્યારબાદ આણંદ પાસે અને ત્રીજીવાર વલસાડના અતુલ પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય વખતે ટ્રેક પર ઢોર આવી જતા ટ્રેન અથડાઈ હતી.

  પહેલીવાર વંદે ભારત ટ્રેનનું અકસ્માત


  અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

  આ પણ વાંચોઃ સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસનો અકસ્માત

  બીજા દિવસે આણંદ પાસે અકસ્માત


  સાતમી ઓક્ટોબરના દિવસે વંદે ભારત ટ્રેનને આણંદ પાસે બીજો અકસ્માત નડ્યો હતો. નડિયાદ-આણંદ વચ્ચેના બોરીયાવી કણજરી સ્ટેશન પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રવાસીઓને કોઈ જાનહાનિ થઈ નથી.

  આ પણ વાંચોઃ વલસાડ પાસે વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો

  વંદે ભારતનો ત્રીજો અકસ્માત


  29મી ઓક્ટોબરે વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે બળદ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને એન્જિનને પણ નુકસાન પહોંચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Ahmedabad Mumbai, Ahmedabad Mumbai Rail, Indian railways, Vande Bharat Express

  विज्ञापन
  विज्ञापन