બે દિવસ સારો વરસાદ પડતાં રાજ્યમાં 21 તાલુકા અછતગ્રસ્ત મુક્ત જાહેર

ગત વર્ષે રાજ્યમાં જરૂર કરતાં ઓછો વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી, જેને ધ્યાને લઇને રૂપાણી સરકારે 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા.

News18 Gujarati
Updated: July 29, 2019, 4:37 PM IST
બે દિવસ સારો વરસાદ પડતાં રાજ્યમાં 21 તાલુકા અછતગ્રસ્ત મુક્ત જાહેર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 29, 2019, 4:37 PM IST
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઇને ગત વર્ષે જાહેર કરવામાં આવેલા અછતગ્રસ્ત વિસ્તારો હવે અછતગ્રસ્ત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા,પાટણના ચાર તાલુકા, ભાવનગર , સુરેન્દ્રનગર ના બે તાલુકા સહીત 21 તાલુકાનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે અછતગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં 125 મીમી એટલે કે પાંચ ઇંચથી વધુ વરસાદ પડે તે વિસ્તાર આપોઆપ અછતગ્રસ્ત વિસ્તારોમાંથી મુક્ત કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે હવે 51 તાલુકામાંથી 21 તાલુકાઓને અછતગ્રસ્ત મુક્ત કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ Man Vs Wild ટીવી શોમાં જોવા મળશે PM મોદી, જંગલોના ખતરાનો સામનો કરશે

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં જરૂર કરતાં ઓછો વરસાદ પડ્યો હતો, જેમાં કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ હતી, જેને ધ્યાને લઇને રૂપાણી સરકારે 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. આ વિસ્તારોમાં ઘાંસચારો તથા પાણીની વ્યસ્થા પૂરી પાડવા માટે બજેટમાં વધારાના પેકેજની જાહેરાત કરી હતી.
First published: July 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...