મોરારિ બાપુ થયા ગુસ્સે, 'સબ હનુમાન કી જાતિ ખોજને નીકલે હેં, બંધ કરો'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાજીને દલિત ગણાવ્યા બાદથી વિવાદો થઇ રહ્યાં છે.

News18 Gujarati
Updated: December 7, 2018, 7:47 AM IST
મોરારિ બાપુ થયા ગુસ્સે, 'સબ હનુમાન કી જાતિ ખોજને નીકલે હેં, બંધ કરો'
મોરારીબાપુની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: December 7, 2018, 7:47 AM IST
હાલમાં જ દેશભરમાં હનુમાનજીની જાતિને લઇને રાજકારણ ગરમાયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાજીને દલિત ગણાવ્યા બાદથી વિવાદો થઇ રહ્યાં છે, જો કે સમગ્ર મામલે મોરારિ બાપુ ગુસ્સે થયા છે અને આક્રમક શબ્દોમાં જાતિવાદના રાજકારણની નિંદા કરી હતી.

અહીં ક્લિક કરી વાંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !

શું કહ્યું મોરારિ બાપુએ ?

હાલ સોશિયલ મીડિયા પર મોરારિ બાપુનો એક વીડિયો ફરતો થયો છે, ચિત્રકુટધામ ટ્ર્સ્ટ દ્વારા આયોજીક એક કથા દરમિયાન મોરારિ બાપુ આક્રમક મૂડમાં દેખાયા હતા. એક કથા દરમિયાન મોરારિ બાપુએ કહ્યું કે ભગવાની જાતિ-પાતિ પર સવાલ કરી રહ્યાં છો, બંધ કરો, તમારા ફાયદા માટે કેટલાક પ્રસંગો માટે તમે મનપડે એવા નિવેદનો કરી રહ્યાં છો, જેનાથી હિન્દુસ્તાનને નુકશાન થઇ રહ્યું છે. અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને તમે તોડવાની રાજનીતિ કરી રહ્યાં છો. બાદ આવો, બધા હનુમાનજીની જાતિ શોધવા નિકળા છે.

વધુમાં મોરારિ બાપુએ કહ્યું કે બંધ કરો. હનુમાન પવન છે, વાયું છે, હનુમાન બધાના છે, કોણ માયનો લાલ કહે છે હનુમાન અમારા છે, હનુમાન પ્રાણ હેં, તો કથા દરમિયાન મોરારિ બાપુનું આવું સ્વરૂપ જોઇ સૌકોઇ દંગ રહી ગયા હતા.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर