ગઇકાલે લોક રક્ષક પેપરના લીક થવાના મામલે સરકરે 24 કલાકની અંદર જ આખા કૌભાંડ પરથી પડદો ઉઠાવી દીધો છે. જોકે આવું ન કરે તો તેમને આવનારી ચૂંટણી અને પેટા ચૂંટણી પર પણ મોટો ફટકો પડી શકે તેમ હતો. આ કૌભાંડમાં બીજેપીના માણસો પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે.
આરોપીઓ મનહર પટેલ અને મુકેશ ચૌધરી ભાજપમાં જોડાયેલા હતાં અને તેમની મોટા અધિકારીઓ સાથે પણ સાઠગાંઠ સામે આવી રહી છે. જોકે આ સમાચાર સામે આવતાની સાથે જ બીજેપીએ બંન્નેને બરતરફ કરી દીધા છે. મુખ્ય આરોપી યશપાલ સિંહ પણ સરકારી તંત્રમાં નોકરી કરતો હતો.
આરોપી મનહર પટેલે ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડ્યો હતો. જેની પક્ષમાંથી હાકલપટ્ટી કરવામાં આવી છે. મનહર પટેલના ઉચ્ચ અધિકારીઓ સાથેના કનેક્શન પણ બહાર આવ્યાં છે.
પેપર લીક કેસનો આરોપી મુકેશ ચૌધરી વડગામના નોદોત્રા સીટનો ડેલિગેટ સભ્ય હતો. મુકેશ ચૌધરીને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે.
મહત્વનું છે કે પરીક્ષા શરૂ થતા આ કૌભાંડનો પહેલા મુખ્ય આરોપી યશપાલ સિંહ ગુજરાત છોડીને જતો રહ્યો હતો. મુખ્ય આરોપી યશપાલ સોલંકી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. તે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તે પહેલી ડિસેમ્બરે એટલે પરીક્ષાનાં આગલા દિવસે દિલ્હી ગયો હતો અને તેણે જ રૂપલ શર્મા અને અન્ય લોકોને પ્રશ્ન પત્ર સાથેના જવાબો પણ આપ્યાં હતાં.