ગાંધીનગર મનપાના કર્મચારીઓને અપાશે 7મા પગારપંચનો લાભ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 16, 2017, 8:26 AM IST
ગાંધીનગર મનપાના કર્મચારીઓને અપાશે 7મા પગારપંચનો લાભ
ગાંધીનગર મહાનગર પાલિકાની શનિવારે સામાન્ય સભાની મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં ગાંઘીનગરના મેયર તથા ચેરમેન સહિત સ્ટેડિંગ કમિટિના સભ્યો દ્વારા પ્રજા લક્ષી નિર્ણય કરીને આગામી 31 મે મા એડવાન્સ ઓનલાઇન કર વેરની 10 ટકાની જાહેરાત કરવામાં આવી હતી. પરતુ આ સામાન્ય સભામાં વધુ બે ટકાની સાથે હવે 12 ટકાની જાહેરાક કરીને પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 16, 2017, 8:26 AM IST
ગાંધીનગર મહાનગર પાલિકાની શનિવારે સામાન્ય સભાની મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે આ બેઠકમાં ગાંઘીનગરના મેયર તથા ચેરમેન સહિત સ્ટેડિંગ કમિટિના સભ્યો દ્વારા પ્રજા લક્ષી નિર્ણય કરીને આગામી 31 મે મા એડવાન્સ ઓનલાઇન કર વેરની  10 ટકાની જાહેરાત કરવામાં આવી હતી. પરતુ આ સામાન્ય સભામાં વધુ બે ટકાની સાથે હવે 12 ટકાની જાહેરાક કરીને પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

તો બીજી બાજુ આ બેઠકમાં કોર્પોરેશનમાં  કામ કરતા કર્મચારીઓ માટે સાતમો પગાર પંચ લાગુ કરવા સહિત તેમના ભથ્થાને લઇને પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોગ્રેસ પક્ષ ધ્વારા ઓનલાઇન કરવેરા માટે પાંચ ટકા વધારાવાની માંગ શાસક પક્ષ સમક્ષ કરી હતી.

બીજી બાજુ ગૌ હત્યાના કાયદા મામલે પણ સામાન્ય સભામાં શાસક પક્ષ ધ્વારા ગુજરાત સરકારના વખાણ કરતા કોગ્રેસના કોર્પોરેટરે શાસક પક્ષનો હુરિયો બોલવાની ગૌ હત્યા બીલ મામલે ચર્ચા નહી કરવાનુ કહ્યુ હતુ. કોગ્રેસ સામાન્ય સભામાં જણાવ્યુ હતુ કે ગૌ હત્યાનો કાયદો સરકારે બનાવ્યો તે યોગ્ય છે. પરતુ સામાન્ય સભામાં તે મામલે ચર્ચા કરવી યોગ્યથી તથા રસ્તાઓ પર જે ગાયો રખડી રહી છે. તેને પાછળ દરવાજે થી શાસક પક્ષના ઢોર ડબ્બા વાળાઓ માલધારી સમાજ પાસેથી હજારો રુપિયા લઇને ગાયનો ફરી રસ્તા પર છોડી મુકે છે.
First published: April 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर