અલ્પેશની ન્યાયયાત્રાઃ 'પેપર લીકનો છેડો દિલ્હી પહોંચશે તો મોટા નામ ખુલશે'

આજે ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ન્યાયયાત્રા નીકળી હતી.

News18 Gujarati
Updated: December 6, 2018, 4:18 PM IST
અલ્પેશની ન્યાયયાત્રાઃ 'પેપર લીકનો છેડો દિલ્હી પહોંચશે તો મોટા નામ ખુલશે'
અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: December 6, 2018, 4:18 PM IST
મયુર માંકડિયા, ગાંધીનગર

ગાંધીનગરઃ તાજેતરમાં થયેલા લોક રક્ષક પેપર લીકના કાંડમાં એક પછી એક આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વિપક્ષ પણ આ ઘટનાનો વિરોધ કરવામાં લાગી ગઇ છે. આજે ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ન્યાયયાત્રા નીકળી હતી. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમથી અલ્પેશ ઠાકોર બાઇક લઇને ગાંધીનગર જવા માટે રવાના થઇ ગયા છે. ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી નીકળેયલી આ યાત્રાનો હેતું લોક રક્ષક દળ પેપર લીક કેસમાં યોગ્ય ન્યાયીક તપાસ થાવાનો છે. આ ન્યાયયાત્રામાં ઓબીસી, એસટી, એસસી એક્તામંચના કાર્યકરોએ ભાગ લીધો હતો.

ન્યાયરેલી નીકળે તે પહેલા ગાંધી આશ્રમ ઉપર અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જે પ્રકારે ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બની છે એમાં આરોપીઓને પકડવામાં આવ્યા નથી. હજી સુધી મોટા માથાઓને પકડવાના બાકી છે. પોલીસ નાની માછલીઓને પકડી રહી છે. ભૂતકાળમાં પણ અનેક વખત ભરતી પ્રક્રિયામાં ઘોટાળા થયા હતા. એમાં પણ એકપણને સજા નથી મળી જે એમાં ગુનેગાર હતા.

તેમણે જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે, આવનારા ભવિષ્યમાં આવા પ્રકારની કોઇ કૌભાંડ ન થાય એના માટે એસઆઇટીની રચના કરવામાં આવે અને જે પણ બેરોજગાર યુવાનો હતા તેમને બે હજાર રૂપિયા વળતર આપવું જોઇએ. આ ઉપરાંત તાત્કાલિક આની ભરતી પ્રક્રિયા શરૂ થવી જોઇએ. જો સરકાર સંવેદનશીલ હોય તો અમે એવું ઇચ્છીએ કે આ કેસના જેપણ ગુનેગારો છે એમને સજા આપે.

જો દિલ્હીથી આ પ્રકરણનો છેડો પહોંચશે તો મોટા માથાઓ ચોક્કસ બહાર આવશે. પછી ભલે મોટા નેતા હોય કે મોટા અધિકારીઓ જ કેમ ના હોય એમને કડકમાં કડક સજા મળવી જોઇએ. અમારી એક માગણી છે કે, આ કેસમાં એસઆઇટીની રચના થાય અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर