લોક રક્ષક દળની પરીક્ષાનાં કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇશ્યૂ થશે: વિકાસ સહાય

લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬ જાન્યુઆરી, ર૦૧૯ રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે. એસ.ટી બસમાં મુસાફરી મફતમાં કરી શકાશે.

News18 Gujarati
Updated: December 6, 2018, 3:04 PM IST
લોક રક્ષક દળની પરીક્ષાનાં કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇશ્યૂ થશે: વિકાસ સહાય
વિકાસ સ્વરૂપ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: December 6, 2018, 3:04 PM IST
ગાંધીનગરઃ રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે 2 ડિસેમ્બર-2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે – ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6 જાન્યુઆરી, 2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી 6 જાન્યુઆરી યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ વિકાસ સહાયે ઉમેર્યુ હતું.

વિકાસ સહાયે જણાવ્યું કે, ગત 2 ડિસેમ્બરના યોજાનારી પરીક્ષા મુલત્વી રાખીને હવે, નિર્દોષ – હોશિયાર – ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંતથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવો ધ્યેય પણ આ નવી પરીક્ષા જાહેર કરવા પાછળ રાખેલો છે.

વિકાસ સહાયે એમ પણ જણાવ્યું છે કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626