આ PSIના કારણે પેપર લીક કૌભાંડ બહાર લાવ્યું, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: December 3, 2018, 12:17 PM IST
આ PSIના કારણે પેપર લીક કૌભાંડ બહાર લાવ્યું, જાણો કેવી રીતે
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની પરીક્ષા રવિવારે યોજાવાની હતી. જોકે પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની પરીક્ષા રવિવારે યોજાવાની હતી. જોકે પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી

  • Share this:
ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની પરીક્ષા રવિવારે યોજાવાની હતી. જોકે પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી. પેપર લીક મામલામાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી., રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. પેપર લીક કૌભાંડ બહાર લાવવામાં સૌથી મોટો ફાળો પોલીસ ભરતી બોર્ડનાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ભરત બોરાણાછે.

પોલીસ ભરતી બોર્ડનાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ભરત બોરાણાને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટલની રેક્ટર રૂપલ શર્માએ એક વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં પરીક્ષામાં પુછાનાર સવાલોનાં જવાબો હતાં. રૂપલે બોરાણાને પૂછ્યું હતું કે શું આ પરીક્ષામાં પૂછાયેલા સાચા સવાલોનાં જવાબ છે. બોરાણાએ જણાવ્યું કે મને ખબર નથી કે કયા સવાલો પૂછાયા છે. ત્યારબાદ બોરાણાએ ભરતી બોર્ડનાં અધ્યક્ષ વિકાસ સહાયને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જો અહીં ભરત બોરાણાએ આ વાત ભરતી બોર્ડના અધ્યક્ષને કરી જ ન હોત તો પેપર લીક કૌભાંડ બહાર આવ્યું જ ન હોત. તેમણે પ્રામાણિક પણે ફરજ બજાવી આગળ જાણ કરી અને એક સુનિયોજીત કૌભાંડ બહાર આવ્યું હતું.

આ પણ વાંચો - પેપર લીક: કોઈ ઉધારના પૈસા લઈ, કોઈ ખેતરમાં પાણી છોડી પરીક્ષા આપવા ગયા, તેમનો શું વાંક?

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે તે પેપર વોટ્સએપથી મોકલવા જણાવ્યું. સહાયને જ્યારે વોટ્સએપથી આ જવાબો મળ્યાં ત્યારે તે પણ એ જોઇને ચોંકી ગયા હતા કેમકે મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોનાં જ હતા. હજુ પ્રશ્નપત્રનાં પેકેટ ખૂલવાને ઘણી વાર હતી તે પહેલાં જ આ પેપરનાં સવાલો લીક થઈ ગયા હતા. વિકાસ સહાયે બોર્ડની તાત્કાલિક મીટીંગ બોલાવીને આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ બે પ્રામાણિક પોલીસ ઓફીસરના કારણે આ કૌભાંડનો ભાંડ્યો ફુટ્યો હતો.

આ પણ વાંચો - જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ

પાંચ લાખ રુપિયામાં વેચવાનો ઇરાદો હતો
Loading...

યશપાલસિંહ સાથે એવો સોદો થયો હતો કે દરેક ઉમેદવાર દીઠ 5 લાખ રૂપિયા માટે આ પ્રશ્નપત્ર તે વેચશે. યશપાલસિંહે મનહરને કહ્યું હતું કે તે 1લી ડિસેમ્બરની રાત્રે તેને પ્રશ્નપત્ર મળી જશે ત્યારબાદ તે 2 તારીખે સવારે તેમને આપશે.
First published: December 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com